WTC Final: ફાઈનલમાં વિરાટ કોહલીને સોનામાં સુગંધ ભેળવી શકવાની તક, આ વિશ્વ વિક્રમ પોતાને નામે કરી શકે

ફેન્સની નજર ટીમ ઈન્ડીયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી પર છે. કોહલી પાસે વિશ્વ રેકોર્ડ બનાવવા માટેની સોનેરી તક છે. પરંતુ આ માટે તેણે આ મોટુ કામ ફાઈનલ દરમ્યાન કરવુ જરુરી છે.

WTC Final: ફાઈનલમાં વિરાટ કોહલીને સોનામાં સુગંધ ભેળવી શકવાની તક, આ વિશ્વ વિક્રમ પોતાને નામે કરી શકે
Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 16, 2021 | 6:40 PM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલને લઈને ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand)ની ટીમોએ કમરકસી લીધી છે. બંને ટીમો હવે મેદાને ઉતરવા માટેની ઘડીઓને ગણી રહી છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની ધરાવતી 15 સભ્યોની ટીમ પણ મંગળવારે જાહેર કરી દેવાઈ છે. આ દરમ્યાન ફેન્સની નજર ટીમ ઈન્ડીયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી પર છે. કોહલી પાસે વિશ્વ રેકોર્ડ બનાવવા માટેની સોનેરી તક છે. પરંતુ આ માટે તેણે આ મોટુ કામ ફાઈનલ દરમ્યાન કરવુ જરુરી છે.

વિરાટ કોહલી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે એક સદી ફટકારશે તો તે એક રેકોર્ડ બની શકે છે. કેપ્ટનના સ્વરુપમાં વિરાટ કોહલી સૌથી વધુ સદી ફટકારનારો ક્રિકેટર બની શકે છે. હાલમાં વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલીયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ (Ricky Ponting) બંને સંયુક્ત રીતે 41 સદી ધરાવે છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 200 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશીપ નિભાવી છે. આ દરમ્યાન કોહલીએ 62.33ની સરેરાશથી 12,343 રન બનાવ્યા છે. જેમાં 41 સદી અને 54 અડધીસદી સામેલ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જ્યારે ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગે 324 મેચમાં ઓસ્ટ્રેલીયન ટીમની કેપ્ટનશીપ નિભાવી હતી. આ દરમ્યાન પોંન્ટીંગે 45.54ની સરેરાશથી 15,440 રન બનાવ્યા હતા. કેપ્ટનના રુપમાં પોન્ટીંગના નામે 41 સદી અને 88 અડધીસદી નોંધાયેલી છે.

કોહલીની પાસે ફાઈનલ મેચમાં સદી લગાવીને પોન્ટીંગના અન્ય એક રેકોર્ડની બરાબરી કરવાનો પણ મોકો રહેશે. રિકી પોન્ટીંગ 71 સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સદીના મામલે બીજા સ્થાન પર છે તો વળી વિરાટ કોહલી હાલના સમયમાં 70 સદી ધરાવે છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ટેસ્ટ મેચમાં 27 અને વન ડેમાં 43 સદી લગાવી છે. જો સૌથી વધુ સદીનો રેકોર્ડ યાદ કરીએ તો તે સચિન તેંડુલકરના નામે છે. સચિને 100 સદી લગાવી છે.

સદી માટે લાંબા સમયથી રાહ

વિરાટ કોહલી પાસેથી સદીની રાહ લાંબા અરસાથી જોવાઈ રહી છે. કોહલીએ અંતિમ સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામેની ડે નાઈટ ટેસ્ટ મેચમાં લગાવી હતી. ત્યારે તેણે કલકત્તાના મેદાનમાં 136 રનની ઈનીંગ રમી હતી. તે સદી બાદ કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી લગાવી શક્યો નથી. કોહલીએ ત્રણેય ફોર્મેટની 44 ઈનીંગ રમીને 1,646 રન બનાવ્યા છે. જેમાં 17 અડધીસદી સામેલ છે. આ દરમ્યાન તેની સરેરાશ 43.31 રહી હતી. જે તેના કરિયરની સરેરાશ કરતા ઘણી ઓછી છે.

આ પહેલા પણ વિરાટ કોહલીએ બે વાર સદી માટે લાંબી રાહ જોવી પડી હતી. કોહલીએ 2011ના ફેબ્રુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધીની 24 ઈનીંગ દરમ્યાન સદી લગાવી શક્યો નહોતો તો વળી 2014માં પણ ફેબ્રુઆરીથી લઈને ઓક્ટોબર સુધીની 25 ઈનીંગમાં તે સદીથી દુર રહ્યો હતો. જોકે 2008માં ડેબ્યૂ કરવા બાદ 2020નું વર્ષ એવુ રહ્યું છે કે જેમાં તેણે એક પણ સદી ના લગાવી હોય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">