BCCI: ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી, T20 વિશ્વકપ અને વન ડે વિશ્વકપ આયોજીત કરવા લેવાયો નિર્ણય જાણો

|

Jun 21, 2021 | 7:30 AM

ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ આવનારા સમયમાં ત્રણ આઇસીસી ઇવેન્ટ (ICC Event) ની યજમાની કરવાનો નિર્ણય કર્યો છે. આમ 2025 માં ચેમ્પિયનટ્રોફી (Champions Trophy 2025 ), 2028માં T20 વિશ્વકપ (T20 World Cup 2028) અને 2031 વિશ્વકપ (World Cup 2031) ભારતમાં આયોજીત કરવાને લઇને ICC સમક્ષ દાવેદારી કરવામાં આવશે.

BCCI: ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી, T20 વિશ્વકપ અને વન ડે વિશ્વકપ આયોજીત કરવા લેવાયો નિર્ણય જાણો
T20 World Cup Trophy

Follow us on

ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ આવનારા સમયમાં ત્રણ આઇસીસી ઇવેન્ટ (ICC Event) ની યજમાની કરવાનો નિર્ણય કર્યો છે. આમ 2025 માં ચેમ્પિયનટ્રોફી (Champions Trophy 2025 ), 2028માં T20 વિશ્વકપ (T20 World Cup 2028) અને 2031 વિશ્વકપ (World Cup 2031) ભારતમાં આયોજીત કરવાને લઇને ICC સમક્ષ દાવેદારી કરવામાં આવશે. બોર્ડની ઇમર્જન્ટ એપેક્સ કાઉન્સીલ દ્રારા યોજાયેલ મીટીંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કાન્સીલ દ્રારા વરચ્યુલ બેઠક યોજવામાં આવી હતી. ભારત પાસે હાલમાં T20 વિશ્વકપ અને 2023 ના વિશ્વકપની યજમાની છે. BCCI ને ભરોસો છે કે તે, પ્રત્યેક ત્રણ વર્ષે ICC ઇવેન્ટની યજમાની કરી શકશે. ભારતે અત્યાર સુધીમાં એક વાર T20 વિશ્વકપ, એક  ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્રણ વખત સંયુક્ત રુપે વિશ્વકપની યજમાની કરી હતી.

BCCI તરફ થી ICCને આગળના આઠ વર્ષના ટૂર્નામેન્ટ સાયકલના દરમ્યાન આ દાવેદારી કરવામાં આવશે. આ સાયકલ વર્ષ 2024 થી શરુ થશે. જાણકારી મળી છે કે, BCCI એ ચેમ્પિયન ટ્રોફી, એક T20 વિશ્વકપ અને એખ વન ડે વિશ્વકપની યજમાની માટે બોલી લગાવવા માટે નો નિર્ણય કર્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

મીડિયા રિપોર્ટ મુજબ વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરત સાથે વિગત આપતા કહ્યુ હતુ કે, અમે 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફીના ઉપરાંત 2028માં રમાનાર T20 વિશ્વકપ અને 2031માં રમાનારા વનડે વિશ્વકપની યજમાનીના માટે દાવો પેશ કરશે. મુખ્ય પરિષદ તેની પર સૈદ્ધાંતિક રીતે સહમત છે.

દર બીજા-ત્રીજા વર્ષે ભારત યજમાન

ICC એ હાલમાં જ ઘોષણાંકરી હતી કે, ભાવિ કાર્યક્રમમાં ચેમ્પિયન્સ ટ્રોફીને સામેલ કરવામા આવશે. જેનો 2017 બાદ આયોજન કરવામાં આવ્યુ નહોતુ. ICC એ નિર્ણય કર્યો હતો કે, આગળની સાયકલ થી 50 ઓવરના વિશ્વકપમાં 14 ટીમો સામેલ થશે. જ્યારે T20 વિશ્વ કપમાં ટીમોની સંખ્યાને 16 થી 20 કરવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી ટોપ ની ટીમોમાં આયોજન થશે. જેમાં ટોપ 8 ટીમ જ સામેલ રહશે.

અધિકારીએ કહ્યુ હતુ કે, ચેમ્પિયન્સ ટ્રોફી નાનકડી ટૂર્નામેન્ટ છે. પરંતુ તે ખૂબ લોકપ્રિય છે. 2023 માં ભારતમાં વિશ્વકપ બાદ તે સારી વાત હશે કે, અમે 2025 ની ચેમ્પિયન્સ ટ્રોફીની દાવેદારી કરશે. ભારતે દર બીજા-ત્રીજા વર્ષે ગ્લોબલ ઇન્વેન્ટની યજમાની કરવી જોઇએ. તેના માટે જ અમે ત્રણ ઇવેન્ટની દાવેદારી કરી રહ્યા છીએ.

Next Article