બાંગ્લાદેશ પ્રવાસ પહેલા BCCI ની ઈમરજન્સી મીટિંગ, રોહિત અને રાહુલને ખાસ બોલાવ્યા

|

Nov 28, 2022 | 9:18 AM

આ ઈમરજન્સી મીટિંગનો હેતુ માત્ર T20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા કરવાનો નથી પરંતુ અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે.

બાંગ્લાદેશ પ્રવાસ પહેલા BCCI ની ઈમરજન્સી મીટિંગ, રોહિત અને રાહુલને ખાસ બોલાવ્યા

Follow us on

ભારતીય ટીમ 1 ડિસેમ્બરે બાંગ્લાદેશ પ્રવાસ માટે રવાના થવાની છે. પરંતુ, તે પહેલા બીસીસીઆઈએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ ખાસ બેઠક માટે ટીમના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ખાસ બોલાવવામાં આવ્યા છે. BCCIની આ બેઠક મુંબઈમાં યોજાશે. આ સિવાય પસંદગી સમિતિના કેટલાક સભ્યો પણ બેઠકનો ભાગ બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઈમરજન્સી મીટિંગનો હેતુ માત્ર T20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા કરવાનો નથી, તે સિવાય અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હવે આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે ટીમ ઈન્ડિયા માટે આગળનો રસ્તો શું હશે? શું ભારતીય ટીમમાં સ્પ્લિટ કેપ્ટન્સી હોવી જોઈએ? શું ટીમને સ્પ્લિટ કોચિંગની જરૂર છે? આવા તમામ પ્રશ્નોના જવાબ આ બેઠકમાં મળી શકશે.

બાંગ્લાદેશ પ્રવાસ પહેલા BCCIની બેઠક

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા અહેવાલમાં કહ્યું, “એક બેઠક થશે. તે ક્યારે થશે તે હું અત્યારે કહી શકતો નથી. પરંતુ અમે રોહિત અને રાહુલને બાંગ્લાદેશ જતા પહેલા મળવા માંગીએ છીએ. એવી ઘણી બાબતો છે જેના પર તેની સાથે વાત કરવી છે. આમાં સમીક્ષા કરવા માટે કંઈ હશે નહીં. અમે આગામી વર્લ્ડ કપ વિશે વિચારી રહ્યા છીએ. રોહિત અને રાહુલ બંને સારી રીતે જાણે છે કે કયા ફેરફારોની જરૂર છે. તેણે કહ્યું, “જ્યાં સુધી સ્પ્લિટ કેપ્ટનશીપ અને કોચનો સંબંધ છે, એકવાર અમે મળીશું, અમે વિચારણા કરીશું.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર BCCIની બેઠકમાં જે લોકો હાજર રહેશે તેમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ ઉપરાંત વિરાટ કોહલી, પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, ટ્રેઝરર અને ચેતન શર્મા સામેલ છે.

 

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 4 ડિસેમ્બરથી શરૂ થશે. આ પ્રવાસની શરૂઆત પ્રથમ વનડે શ્રેણીથી થઈ રહી છે. બંને દેશો વચ્ચે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે. હાલમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસે છે. જ્યારે કેટલાક અનુભવી સ્ટાર ખેલાડીઓએ બ્રેક લીધો છે. ભારતીય ટીમે હવે પ્રવાસની અંતિમ મેચ રમવાની છે ત્યાર બાદ ટીમ પરત સ્વદેશ ફરશે અને બાદમાં બાંગ્લાદેશ પ્રવાસે જવા રવાના થશે.

Published On - 9:15 am, Mon, 28 November 22

Next Article