ભારત સામેની ઘરઆંગણેની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોના સમયપત્રકની જાહેરાત

|

Aug 03, 2022 | 11:52 PM

T20 વર્લ્ડ કપ માટે પ્રથમ પસંદગીના ભારતીય ખેલાડી ઓ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને પોતાની અન્ય ટીમોને ODI શ્રેણી માટે મેદાનમાં ઉતારી શકે છે.

ભારત સામેની ઘરઆંગણેની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમોના સમયપત્રકની જાહેરાત
Team India (File Photo)

Follow us on

ભારતીય ટીમ (Team India) 20 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી ઓસ્ટ્રેલિયા (Cricket Australia) સામે ત્રણ T20I અને દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) સામે ત્રણ T20I અને તેટલી જ ODIની શ્રેણી રમશે. આ મેચો T20 વર્લ્ડ કપ પહેલા રમાશે. આ પછી 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવા નો છે. તમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો ભારતમાં રમવા આવશે.

જાણો, ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા ભારતમાં ક્યા-ક્યા રમશે

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટી-20 મેચ અનુક્રમે 20, 23 અને 25 સપ્ટેમ્બરના રોજ મોહાલી, નાગપુર અને હૈદરાબાદમાં રમાશે. દક્ષિણ આફ્રિકા સામે ટી-20 મેચ 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી તિરુવનંતપુરમ, ગુવાહાટી અને ઈન્દોરમાં રમાશે. ત્યારબાદ રાંચી, લખનૌ અને દિલ્હીમાં 6થી 11 ઓક્ટોબર સુધી વનડે રમાશે.

T20 વર્લ્ડ કપ માટે પ્રથમ પસંદગી ના ભારતીય ખેલાડી ઓ દક્ષિણ આફ્રિકા સામે ની ODI શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને પોતાની અન્ય ટીમોને ODI શ્રેણી માટે મેદાનમાં ઉતારી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકાનો ભારત પ્રવાસનો કાર્યક્રમ

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસનો કાર્યક્રમ

પહેલી ટી20 મેચઃ 20 સપ્ટેમ્બર (મોહાલી)
બીજી ટી20 મેચઃ 23 સપ્ટેમ્બર (નાગપુર)
ત્રીજી ટી20 મેચઃ 25 સપ્ટેમ્બર (હૈદરાબાદ)

દ. આફ્રિકાનો ભારત પ્રવાસનો કાર્યક્રમ

પહેલી ટી20 મેચઃ 28 સપ્ટેમ્બર (તિરુવનંતપુરમ)
બીજી ટી20 મેચઃ 2 ઓક્ટોબર (ગુવાહાટી)
ત્રીજી ટી20 મેચઃ 4 ઓક્ટોબર (ઇંદોર)

પહેલી વન-ડે મેચઃ 6 ઓક્ટોબર (લખનૌ)
બીજી વન-ડે મેચઃ 9 ઓક્ટોબર (રાંચી)
ત્રીજી વન-ડે મેચઃ 6 ઓક્ટોબર (દિલ્હી)

આવનારા સમયમાં એક જ સમયે ભારતની બે ટીમો અલગ-અલગ ટુર્નામેન્ટ રમતી જોવા મળી શકે છે

ભારત માટે આ કંઈ નવું નથી. કારણ કે આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)માં અન્ય સ્ટ્રિંગ ટીમો મેદાનમાં ઉતરી ચૂકી છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે દરમિયાન પણ આવું થઈ શકે છે. બીસીસીઆઈ હંમેશા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ઘણા બધા ખેલાડીઓ તૈયાર રાખવાની યોજના ધરાવે છે. આવનારા સમયમાં એ પણ જોવા મળી શકે છે કે ભારતની એક ટીમ ટેસ્ટ મેચ રમી રહી હશે. જ્યારે બીજી ટીમ તે જ સમયે ODI અથવા T20 ક્રિકેટ રમી રહી હશે. BCCI એક સમયે બે રાષ્ટ્રીય ટીમો તૈયાર કરવા પર કામ કરી રહી છે.

Next Article