Breaking News : BCCIએ ટીમ ઈન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, શ્રેયસ અને ઈશાન સહિત 34 ખેલાડીઓનું નસીબ ચમક્યું

BCCIએ ટીમ ઈન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત એ છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરનું નામ પણ સામેલ છે.

Breaking News : BCCIએ ટીમ ઈન્ડિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, શ્રેયસ અને ઈશાન સહિત 34 ખેલાડીઓનું નસીબ ચમક્યું
| Updated on: Apr 21, 2025 | 12:03 PM

બીસીસીઆઈએ ભારતીય ખએલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. નવા કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. મોટી વાત તો એ છે કે,ઈશાન કિશન અને શ્રેયસ અય્યરની પણ આ કોન્ટ્રાક્ટમાં વાપસી થઈ છે. તો અન્ય કેટલાક ખેલાડીઓને પણ પહેલી વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે. ભારતના પુરુષ ક્રિકેટો આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર સુધી છે.

 

34 ખેલાડી અને 4 ગ્રેડ

BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને 4 ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. દરેક ખેલાડીને તેના ગ્રેડ મુજબ વર્ષની રકમ બીસીસીઆઈ દ્વારા આપવામાં આવશે. સૌથી વધુ 7 કરોડ રુપિયા A+ ગ્રેડના ખેલાડીઓને મળે છે. તો A ગ્રેડમાં ખેલાડીઓને 5 કરોડ રુપિયા મળે છે. જ્યારે B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ રુપિયા મળે છે. તેમજ C ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વર્ષના 1-1 કરોડ રુપિયા આપવામાં આવે છે.

A+ અને A ગ્રેડમાં ક્યા ખેલાડીઓને જગ્યા મળી?

BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના A+ ગ્રેડમાં 4 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને આ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. A+ ગ્રેડમાં 6 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં મોહમ્મદ સિરાજ,કે.એલ રાહુલ,શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને રિષભ પંત સામેલ છે.

B ગ્રેડમાં શ્રેયસ અય્ય, C ગ્રેડમાં ઈશાન કિશનને સ્થાન મળ્યું

નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં B ગ્રેડમાં શ્રેયસ અય્યરની વાપસી થઈ છે. શ્રેયસ અય્યર સિવાય આ ગ્રેડમાં 4 વધુ ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ,કુલદીપ યાદવ અને યશસ્વી જ્યસ્વાલ છે.

C ગ્રેડમાં કુલ 19 ખેલાડીઓને સ્થાન મળ્યું

C ગ્રેડમાં કુલ 19 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. તેમાંથી એક ઈશાન કિશન છે. ઈશાન કિશન સિવાય આ ગ્રેડમાં રિંકુ સિંહ,તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ,શિવમ દુબે, રવિ બિશ્રોઈ,વોશિગ્ટન સુંદર, મુકેશ કુમાર,સંજુ સેમસન, અર્શદીપ સિંહ,પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર,ધ્રુવ જુરેલ,સરફરાજ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા,આકાશદીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાના નામ પણ સામેલ છે.

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Published On - 11:48 am, Mon, 21 April 25