IND vs ENG : રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા ECB અને BCCI ડરી, હવે આખી ભારતીય ટીમનો ટેસ્ટ થશે

|

Jun 26, 2022 | 12:42 PM

ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) કોરોનાની ઝપેટમાં આવ્યો છે, હાલમાં તે આઈસોલેટમાં છે, રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા હવે આખી ભારતીય ટીમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

IND vs ENG : રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા ECB અને BCCI ડરી, હવે આખી ભારતીય ટીમનો ટેસ્ટ થશે
રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા ECB અને BCCI ડરી
Image Credit source: Twitter

Follow us on

IND vs ENG : રોહિત શર્મા (Rohit Sharma) કોરોનાની ઝપેટમાં આવ્યો છે અને હાલમાં તેને આઈસોલેટમાં રાખવામાં આવ્યો છે, રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવતા બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટેસ્ટ પહેલા ચિંતામાં મુકાય છે અને ભારતીય ક્રિકેટ બોર્ડે આની પુષ્ટિ કરી છે આખી ટીમનો કોરોના ટેસ્ટ થશે. શુક્રવાર સુધી રોહિત શર્મા અન્ય ભારતીય ક્રિકેટરની સાથે હતો, જેના કારણે તે રવિવારે આખી ટીમનો કોરોના ટેસ્ટ થશે. બીસીસીઆઈ (BCCI)ના ટૉપ અધિકારીએ ઈનસાઈડ સ્પોર્ટને કહ્યું કે, રવિવાર અને સોમવાર સવારે આખી ટીમનો કોરોના ટેસ્ટ (Corona test) થશે રોહિત હાલમાં આઈસોલેશનમાં છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહ્યી છે

રોહિત શર્માએ ટીમની મીટિંગ કરી હતી

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

રોહિત શર્માએ શુક્રવારના રોજ ટીમની મીટિંગ કરી હતી, ભારતીય કેપ્ટન રોહિત કોચ રાહુલ દ્રવિડ, જસપ્રીત બુમરાહની ખુબ નજીક ઉભેલો જોવા મળ્યો હતો, બીસીસીઆઈ અને ઈસીબી હવે ભારતીય ટીમના અન્ય સભ્યોની સુરક્ષાને લઈ ચિંતિત છે, વોર્મઅપ મેચમાં લેસ્ટરશાયરની પ્રથમ દાવ બાદ રોહિત અસ્વસ્થ મહેસુસ કરતો હતો. બીસીસીઆઈની એક રીલીઝ મુજબ, 25 જૂનના રોજ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રોહિત શર્માનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સોમવારના રોજ કેપ્ટનનો ટેસ્ટ કરાશે

સોમવારે સવારે રોહિત શર્માને ફરીથી આરટી પીસીઆઈર ટેસ્ટ કરવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ 1જુલાઈના રોજ રમાશે. ગત્ત વર્ષ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમને કોરોનાના કારણે ટેસ્ટ સીરિઝ અધવચ્ચે જ છોડી સ્વદેશ પરત ફરવું પડ્યુ હતુ. બંન્ને વચ્ચે સિરીઝની 5મી અને અંતિમ મેચ સ્થગિત કરવામાં આવી હતી. હવે જુલાઈના રોજ બંન્ને ટીમ પહેલા અધુરી મેચ પૂરી કરશે.

BCCI એ ટ્વીટ કરીને રોહિત શર્માને કોરોના થયાની જાણકારી આપી

BCCI એ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “શનિવારે કરવામાં આવેલ રોહિત શર્માનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે ટીમની હોટલમાં આઈસોલેશનમાં છે. BCCI ની મેડિકલ ટીમ સતત ભારતીય સુકાની પર નજર રાખી રહી છે.”

Next Article