SA vs BAN: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર વન-ડે સીરિઝ જીતી ઇતિહાસ રચ્યો

|

Mar 23, 2022 | 11:03 PM

SAvBAN: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ત્રીજી અને સીરિઝની નિર્ણાયક વન-ડે મેચમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને સીરિઝ 2-1થી જીતી લઇને ઇતિહાસ રચી દીધો.

SA vs BAN: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકામાં પહેલીવાર વન-ડે સીરિઝ જીતી ઇતિહાસ રચ્યો
Bangladesh Cricket Team (PC: Bangladesh Cricket)

Follow us on

બાંગ્લાદેશ (Bangladesh Cricket) ક્રિકેટ ટીમે દ.આફ્રિકાને તેની ધરતી પર વનડે શ્રેણીમાં હરાવીને ઈતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશે ત્રીજી અને અંતિમ વનડે 9 વિકેટે જીતીને શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 37 ઓવરમાં 154 રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે 27મી ઓવરમાં 1 વિકેટે 156 રન બનાવી મેચ જીતી લીધી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વિકેટ માટે 46 રન ઉમેર્યા હતા. ઓપનર બેટ્સમેન ડી કોક 12 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો અને ભાગીદારી તૂટી ગઈ. જો કે બીજો ઓપનર જાનેમન માલન સામે છેડે બેટિંગ કરતા રહ્યો. પરંતુ બીજા છેડેથી વિકેટ પડવા લાગી. આ દરમિયાન માલન પણ 39 રન બનાવીને આઉટ થયો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બાંગ્લાદેશના બોલર તસ્કીન અહેમદ સામે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. પ્રિટોરિયસે 20 અને કેશવ મહારાજે 28 રન બનાવ્યા હતા. આ રીતે દક્ષિણ આફ્રિકાની પુરી ટીમ 37 ઓવરમાં 154 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે 35 રનમાં સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી તો શાકિબ અલ હસનને 2 વિકેટ મળી હતી.

 

બાંગ્લાદેશ ટીમ માટે આ આસાન લક્ષ્ય હતું અને ઈતિહાસ રચવાની મોટી તક હતી. બાંગ્લાદેશ ટીમ તરફથી ઓપનર લિટન દાસ અને તમીમ ઈકબાલે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી. લિટન દાસે શાનદાર પ્રદર્શન કરતા તેણે 48 રન બનાવ્યા હતા પણ તે 2 રનથી અડઝી સદી ચુકી ગયો હતો તો તમીમ ઈકબાલ અણનમ રહ્યો હતો અને 87 રને અણનમ રહ્યો હતો.

શાકિબ અલ હસન 18 રને અણનમ રહ્યો હતો. આમ શાકિબ અલ હસન અને તમીમ ઈકલાબે બાંગ્લાદેશ ટીમને જીત અપાવી હતી. બાંગ્લાદેશની ટીમે 27મી ઓવરમાં 1 વિકેટે 156 રન કરીને મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશે યજમાન દક્ષિણ આફ્રિકાને શ્રેણીમાં 2-1થી હરાવીને સીરિઝ પર કબજો કર્યો હતો. બાંગ્લાદેશ ટીમના તસ્કીન અહેમદને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટુંકો સ્કોરઃ
દક્ષિણ આફ્રિકાઃ 154/10
બાંગ્લાદેશઃ 156/1

આ પણ વાંચો : IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સના વિકેટકીપર શેલ્ડન જેક્સનને લઇને આ અનુભવીએ આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ અને ચેન્નાઈના આ 3 ખેલાડીઓ એકલા હાથે મેચનો પાસો પલટી શકે છે

Next Article