Asia Cup 2023: પાકિસ્તાન સામે બાંગ્લાદેશના ખેલાડીઓ પાણીમાં બેઠા, 193 રનમાં ઓલઆઉટ, રઉફની 4 વિકેટ
પાકિસ્તાને ઘર આંગણે રમતા બાંગ્લાદેશને ઝડપથી સમેટી લેવામાં સફળતા મેળવી હતી. બાંગ્લાદેશની ટીમ લાહોરમાં પુરી 50 ઓવરની રમત પણ રમી શક્યુ નહોતુ. 193 રનમાં જ બાંગ્લાદેશનો દાવ સમેટાઈ ગયો હતો.
એશિયા કપમાં આજે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પાકિસ્તાને ઘર આંગણે રમતા બાંગ્લાદેશને ઝડપથી સમેટી લેવામાં સફળતા મેળવી હતી. બાંગ્લાદેશની ટીમ લાહોરમાં પુરી 50 ઓવરની રમત પણ રમી શક્યુ નહોતુ. 193 રનમાં જ બાંગ્લાદેશનો દાવ સમેટાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ Australia Squad, ODI World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ માટે ટીમનુ કર્યુ એલાન, ત્રણ ખેલાડીઓને કર્યા બહાર!
નસીમ શાહ અને હારિસ રઉફની બોલિંગ સામે બાંગ્લાદેશના બેટર્સ ટકીને પિચ પર ઉભા રહી શક્યા નહોતા. જોકે કેપ્ટન શાકીબે અડધી સદી ફટકારીને ટીમને માટે લડાયક રમત રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને ફહિમ અશરફે પોતાનો શિકાર બનાવ્યો હતો.
The Tigers never got going with the bat, ending their innings on 193. Mushfiqur Rahim’s resilient performance was a standout, but the disciplined bowling by the Pakistanis kept them in check.
Stay tuned for the run chase! ✌️#AsiaCup2023 #PAKvBAN pic.twitter.com/PWZwzYhosm
— AsianCricketCouncil (@ACCMedia1) September 6, 2023
કેપ્ટનની અડધી સદી
બાંગ્લાદેશે પ્રથમ વિકેટ શૂન્ય રને જ ગુમાવી દીધી હતી. મહેંદી હસન મિરાજના રુપમાં બાંગ્લાદેશે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઈનીંગની બીજી ઓવરના પ્રથમ બોલ પર હારિસ રઉફે તેને પોતાના જ હાથમાં કેચ ઝડપીને પરત મોકલ્યો હતો. આમ ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને મિરાજ પરત ફર્યો હતો. આમ શૂન્ય રને ઓપનિંગ જોડી તૂટ્યા બાદ બીજી વિકેટ લિટ્ટન દાસે વિકેટ ગુમાવી હતી. લિટ્ટન દાસે 13 બોલનો સામનો કરીને 16 રન નોંધાવ્યા હતા. ત્રીજી વિકેટના રુપમાં ઓપનર નઈમ પરત ફર્યો હતો. તેણે 25 બોલનો સામનો કરીને 20 રન નોંધાવ્યા હતા. 47 રનના સ્કોર પર જ બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવી દીધી હતી.
ખરાબ સ્થિતિ દરમિયાન કેપ્ટન શાકીબ અલ હસને જવાબદારી સંભાળતી રમત બતાવી હતી. સુકાની શાકીબે અડધી સદી નોંધાવી હતી. મુસ્તફીર રહીમે તેનો સારો સાથ પૂરાવતા અડધી સદી નોંધાવી હતી. બંનેએ રમતને સંભાળતા ટીમનો સ્કોર 147 રન સુધી પહોંચાડતા કેટલેક અંશે રાહત સર્જાઈ હતી. શાકીબે 57 બોલમાં 53 રન નોંધાવ્યા હતા. જ્યારે રહીમે 87 બોલનો સામનો કરીને 64 રન નોંધાવ્યા હતા.