Australia Squad, ODI World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ માટે ટીમનુ કર્યુ એલાન, ત્રણ ખેલાડીઓને કર્યા બહાર!
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પહોંચી છે. જ્યાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના 18 સભ્યોની સ્ક્વોડમાંથી ત્રણ ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ 15 ખેલાડીઓની સ્ક્વોડ જાહેર કરી છે. આ સ્ક્વોડ ભારતમાં વિશ્વકપ માટે પ્રવાસ ખેડશે.
વનડે વિશ્વ કપ 2023 ને આડે દિવસો ગણાઈ રહ્યા છે. ભારતમાં રમાનાર વિશ્વકપને લઈ તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં તડામાર ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ જાહેર થઈ ચૂકી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની ટીમનુ એલાન કર્યુ છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પહોંચી છે. જ્યાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના 18 સભ્યોની સ્ક્વોડમાંથી ત્રણ ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Sabarkantha Video: સલાલના જૈન અને અંબાજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ચાંદી અને પંચધાતુની ભગવાનની મૂર્તિની ચોરી
ઓસ્ટ્રેલિયાએ 15 ખેલાડીઓની સ્ક્વોડ જાહેર કરી છે. આ સ્ક્વોડ ભારતમાં વિશ્વકપ માટે પ્રવાસ ખેડશે. ઓસ્ટ્રેલિયન ટીમને પણ દાવેદારો પૈકીની મહત્વની ટીમ તરીકે જોવામાં આવે છે. આમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તરફ વિશ્વભરના ક્રિકેટ રસિયાઓ નજર માંડીને બેઠા હતા કે, કયા ખેલાડીઓને આ માટે પસંદ કરવામાં આવશે.
Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
The final 15-player squad will be confirmed later this month #CWC23 pic.twitter.com/wO0gBbadKi
— Cricket Australia (@CricketAus) September 6, 2023
15 સભ્યોની સ્ક્વોડ
ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે, એ ખેલાડીઓની યાદી પર નજર કરીએ. ઓસ્ટ્રેલિયન ટીમનુ સુકાન પેટ કમિન્સ સંભાળશે. સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોસ ઇંગ્લિસ, શોન એબોટ, એસ્ટોન અગર, કેમેરોન ગ્રીન, જોસ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા અને માર્કસ સ્ટોઇનિસનો સમાવેશ થાય છે.
આ 3 ખેલાડીઓ બહાર
હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. જે માટે પ્રવાસમાં રહેલા ખેલાડીઓમાંથી 3 ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. એક ખેલાડીએ ડેબ્ચૂ આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં કરતા જ 4 વિકેટ ઝડપી હતી. માનવામાં આવતુ હતુ કે, તેને ચાન્સ વિશ્વકપમાં મળી શકે છે. આ ખેલાડી તનવીર સંધા હતો. આ સિવાય નાથન એલિસ અને આરોન હાર્ડીને પણ બહાર રાખવામાં આવ્યો છે.
એડમ ઝંપાએ વિશ્વકપ જીતવાને લઈ હુંકાર ભરી છે. તેણે કહ્યુ હતુ કે, આગામી વિશ્વકપ તેઓ જીતવાનો પ્રયાસ કરીશુ. જોકે 2019 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ કરેલા પ્રદર્શનથી ખુબ જ નિરાશ કર્યા હતા.