Bangladesh: સ્ટાર ખેલાડી શાકિબ અલ હસનના માનસિક થાકના નિવેદન પર બોર્ડ લાલઘૂમ, કહ્યુ IPL માં ખરીદાયો હોત તો શુ કહેતો

|

Mar 08, 2022 | 9:01 AM

બાંગ્લાદેશ (Bangladesh) ના મહાન ખેલાડીઓમાં ગણાતા શાકિબ અલ હસન (Shakib Al hasan) ને IPL માં કોઈ ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો.

Bangladesh: સ્ટાર ખેલાડી શાકિબ અલ હસનના માનસિક થાકના નિવેદન પર બોર્ડ લાલઘૂમ, કહ્યુ IPL માં ખરીદાયો હોત તો શુ કહેતો
Shakib Al Hasan એ માનસિક અને શારીરિક થાકને લઇ નિવેદન કર્યુ હતુ

Follow us on

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board) ના પ્રમુખ નઝમુલ હસન (Nazmul Hassan) પોતાના દેશની ટીમના સ્ટાર ખેલાડીઓમાંના એક શાકિબ અલ હસનથી નારાજ છે. નઝમુલે નેશનલ ટીમ માટે શાકિબ (Shakib Al hasan) ની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યા છે. શાકિબે તાજેતરમાં કહ્યું હતું કે તે શારીરિક અને માનસિક રીતે થાકી ગયો છે અને તેથી જ તેણે આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જવાને બદલે બ્રેક લેવાની વાત કરી હતી. શાકિબને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ આ ખેલાડીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાની વાત કરી હતી. આ માટે નજમુલે શાકિબ ને આડે હાથ લીધો છે.

શાકિબે અગાઉ કહ્યું હતું કે તે IPL ને કારણે આ પ્રવાસ પર નહીં જાય. પરંતુ પછી મેગા ઓક્શનમાં તેને કોઈએ ખરીદ્યો ન હતો, જેના કારણે તેના માટે બાંગ્લાદેશ સાથે રમવાનો વિકલ્પ રહ્યો હકતો. હસનને ત્રણ મેચની ODI અને બે મેચોની ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. પરંતુ રવિવારે શાકિબે કહ્યું કે સતત ક્રિકેટ તેને પરેશાન કરી રહ્યું છે.

નજમુલે સવાલો ઉઠાવ્યા

BCB અધ્યક્ષને શાકિબનું આ વલણ પસંદ ન આવ્યું અને તેને પૂછ્યું કે શું તે IPLમાં સિલેક્ટ થયો હોત તો પણ તેણે આવું કહ્યું હોત. એક મીડિયા હેવાલમાં નજમુલને ટાંકીને કહ્યું હતું કે, જો તેને IPLમાં ખરીદ્યો હોત તો પણ શું તેણે આવું જ કહ્યું હોત? શું તે ત્યારે પણ કહેતો કે તે માનસિક રીતે થાકી ગયો છે?

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

છેલ્લી ઘડીએ કહેવાથી મુશ્કેલી ઉભી થઇ

નજમુલે કહ્યું કે તે ઉપલબ્ધ ન હોવાથી તે પરેશાન નથી પરંતુ તેણે છેલ્લી ક્ષણે આવું ન કહેવું જોઈતું હતું. તેમણે કહ્યું, જો તમે રમવા માંગતા ન હોવ તો કૃપા કરીને અમને જણાવો. પરંતુ જો તમને છેલ્લી ઘડીઓમાં જાણકારી મળે તો મુશ્કેલી ઊભી થાય છે. અમે તેની સાથે સાઉથ આફ્રિકા ટૂરનું પ્લાનિંગ કર્યું હતું અને હવે જો તે આવી વાતો કરે તો તેની અસર પ્લાનિંગ પર પડે છે. શું થઈ રહ્યું છે તેની કોચિંગ સ્ટાફના સભ્યો અને સપોર્ટ સ્ટાફને કોઈ જાણકારી નથી.

તેમણે કહ્યું, સાચું કહું તો આ જોઈને આઘાત લાગે છે. મને ખબર નથી કે તે અત્યારે શું કહી રહ્યો છે પરંતુ જ્યારે મેં તેની સાથે છેલ્લીવાર ચટગાંવમાં વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે તે રમશે અને હું એટલું જ જાણું છું.

 

આ પણ વાંચોઃ IPL 2022: ધોની બેટની ધાર નિકાળવામાં વ્યસ્ત દેખાયો, સુરતમાં ચાલી રહેલ CSK ના ટ્રેનીંગ સેશનમાં ખૂબ પરસેવો વહાવ્યો, જુઓ Video

આ પણ વાંચોઃ IND vs SL: અક્ષર પટેલ બીજી ટેસ્ટમાં અક્ષર પટેલની થશે એન્ટ્રી! ગત વર્ષે ડે નાઇટ ટેસ્ટમાં મચાવી દીધી હતી ધૂમ

Published On - 8:59 am, Tue, 8 March 22

Next Article