BAN vs WI: પોતાના જ બેટ્સમેનો પર ભડક્યો બાંગ્લાદેશી સુકાની શાકિબ અલ હસન, કહી આ મહત્વની વાત

Cricket : વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ (Bangladesh Cricket) ની આખી ટીમ માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ બાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને મોટું નિવેદન આપ્યું છે.

BAN vs WI: પોતાના જ બેટ્સમેનો પર ભડક્યો બાંગ્લાદેશી સુકાની શાકિબ અલ હસન, કહી આ મહત્વની વાત
Shakib al Hasan (File Photo)
| Edited By: | Updated on: Jun 18, 2022 | 10:09 AM

વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket) સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ (Bangladesh Cricket) ના બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં બાંગ્લાદેશની આખી ટીમ માત્ર 103 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર કેપ્ટન શાકિબ અલ હસને (Shakib al Hasan) મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે તેની ટીમના બેટ્સમેનોએ આગળ વધીને વધુ જવાબદારી લેવાની જરૂર છે. વાસ્તવમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી અને આખી ટીમ માત્ર 103 રનમાં સમેટાઈ ગઈ હતી.

શાકિબ અલ હસને કેપ્ટન ઇનિંગ રમી

વેસ્ટ ઈન્ડિઝ (Windies Cricket Team) સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના બેટ્સમેનોનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. પરંતુ કેપ્ટન શાકિબ અલ હસને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દિગ્ગજ ઓલરાઉન્ડરે 51 રનની શાનદાર ઇનિંગ રમી. બાંગ્લાદેશી બેટ્સમેનો ના ખરાબ પ્રદર્શન પર કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું કે, મારી પાસે શબ્દો નથી. બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ સહન (Shakib al Hasan) એ વધુમાં કહ્યું હતું કે કોચ અને કેપ્ટન તરીકેનું કામ સરળ છે. જો કોઈ પ્રદર્શન ન કરે તો હું તેને ડ્રોપ કરી દઉં છું. અહીં બેટ્સમેનોએ જવાબદારી નિભાવવી પડશે.

 

 

‘બાંગ્લાદેશી બેટ્સમેનોને ચમચાથી કોઈ ખવડાવી શકે નહીં’

કેપ્ટન શાકિબ અલ હસન (Shakib al Hasan) એ કહ્યું કે, બાંગ્લાદેશી બેટ્સમેનોએ પોતાનું કામ જાતે જ કરવાનું છે. કોઈ તેમને ચમચીથી ખવડાવી શકે નહીં. તેણે કહ્યું કે અમારા બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. પરંતુ બીજી ઇનિંગમાં વાપસીની આશા છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 વિકેટે 95 રન બનાવ્યા છે. હાલ ક્રેગ બ્રાથવેટ (Craig Brathwaite) 42 રન જ્યારે એનક્રુમા બોનર (Nkrumah Bonner) 12 રન બનાવી ક્રિઝ પર છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ની ટીમ પ્રથમ દાવમાં મજબૂત લીડ લેવામાં સફળ રહેશે.