BCCI થી રજાઓ લઈ અક્ષર પટેલ નવી ઈનીંગની શરુઆત કરશે, સ્ટાર ઓલરાઉન્ડર બનશે વરરાજા

|

Jan 14, 2023 | 8:13 PM

કેએલ રાહુલ જ નહીં ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાથી રજાઓ લઈ રહ્યો છે. ઓલરાઉન્ડર ટૂંક સમયમાં મેહા પટેલ સાથે લગ્નના ફેરા ફરશે

BCCI થી રજાઓ લઈ અક્ષર પટેલ નવી ઈનીંગની શરુઆત કરશે, સ્ટાર ઓલરાઉન્ડર બનશે વરરાજા
Axar Patel ટૂંક સમયમાં Meha Patel સાથએ લગ્ન કરશે

Follow us on

ભારતીય ટીમ થી ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે પણ રજા મેળવી છે. આ માટે તેણે ફેમિલી કમિન્ટમેન્ટનુ કારણ દર્શાવ્યુ હતુ. ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી જલ્દીથી લગ્નના બંધને બંઘાઈ જવાનો છે. અક્ષર પટેલના ઘર આગળ હવે શરણાઈઓ ગૂંજી ઉઠવાનો સમય નજીક આવી પહોંચ્યો છે. કેએલ રાહુલ પણ આ મહિનાના અંતિમ સપ્તાહની શરુઆતે બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી લગ્ન કરી રહ્યો છે. અક્ષરની મંગેતર મેહા પટેલ છે.

અક્ષર પટેલને ટીમ ઈન્ડિયાથી બીસીસીઆઈએ રજા આપી છે. બીસીસીઆઈએ શુક્રવારે રાત્રે ન્યુઝીલેન્ડ ટીમ ભારત પ્રવાસે આવનાર હોઈ ટીમ વનડે અને ટી20 ટીમને જાહેર કરી હતી. જેમાંથી અક્ષર પટેલને રજા અપાઈ હતી. આ સાથે જ હવે તે રજાઓ અક્ષરે લગ્ન માટે લીધી હોવાની વાત છે. એટલે કે અક્ષર પટેલ વરરાજા બનવાનો છે.

આ મહિને જ કરશે લગ્ન

આણંદમાં જન્મેલો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલના ઘરે આ મહિને જ શરણાઈઓ ગૂંજશે. મીડિયા રિપોર્ટસનુસાર અક્ષર તેની મંગેતર મેહા પટેલ સાથે લગ્નના બંધને બધાવા જઈ રહ્યો છે. જોકે આ માટે સ્પષ્ટ તારીખોનુ એલાન તેણે કર્યુ નથી. જોકે તેના જન્મદિવસ કે તેની આસ પાસની એ તારીખ હોઈ શકે છે એવો પણ અંદાજ પણ મનાઈ રહ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લાંબા સમયથી મેહા પટેલ સાથે અક્ષર ડેટ કરી રહ્યો છે. ગત વર્ષે પોતાના જન્મદિવસે અક્ષરે મેહાને લગ્નનુ પ્રપોઝ કર્યુ હતુ. 20 જાન્યુઆરીએ તેનો જન્મ દિવસ છે, જેને અક્ષર પટેલે ખાસ બનાવ્યો હતો. એક દમ રોમાન્ટીક અંદાજમાં બર્થડે સેલીબ્રેશન વખતે અક્ષરે મેહાને પ્રપોઝ કર્યો હતુ. આ વાતને તેણે પોતાના સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરીને બતાવી હતી.

કોણ છે મેહા પટેલ? જાણો

હવે તમને સવાલ એ થતો હશે કે, આ સ્ટાર ઓલરાઉન્ડરની થનારી પત્નિ મેહા પટેલ કોણ છે. તો એ વાતનો જવાબ પણ અહીં આપી દઈએ. અક્ષર પટેલની મંગેતર એટલે કે ટૂંક સમયમાં થનારી અક્ષરની પત્નિ વ્યવસાયીક રીતે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. બંને વચ્ચે ખૂબ પ્રેમ છે. મેહાએ પોતાના હાથ પર અક્ષરના નામના અક્ષરોનુ ટેટૂ ત્રોફાવેલુ છે. જેમાં તેણે અક્ષ શબ્દના અંગ્રેજી અક્ષરો લખ્યા છે. મેહા અક્ષરનુ ખૂબ ધ્યાન રાખે છે. ડાયેટિશિયન હોવાને લઈ અક્ષરના ડાયેટનુ પણ ખૂબ ધ્યાન રાખે છે. મેહાને હરવા ફરવાનો ખૂબ શોખ છે.

 

 

Published On - 8:11 pm, Sat, 14 January 23

Next Article