T20 World Cup 2022 પહેલા ઈંગ્લેન્ડે કાંગારુઓનો નિકાળી દીધો દમ, ઘર આંગણે જ શ્રેણીમાં પરાજય

|

Oct 12, 2022 | 9:38 PM

ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા (England Vs Australia) ને પ્રથમ બે T20 મેચમાં હરાવીને 3 મેચની શ્રેણી પર કબજો કરી લીધો છે. બીજી મેચ પણ ઈંગ્લેન્ડે 8 રનથી જીતી લીધી હતી.

T20 World Cup 2022 પહેલા ઈંગ્લેન્ડે કાંગારુઓનો નિકાળી દીધો દમ, ઘર આંગણે જ શ્રેણીમાં પરાજય
Australia loses T20 series agains England (Photo-AFP)

Follow us on

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા ઓસ્ટ્રેલિયા (Australia Cricket Team) ને તેના જ ઘરમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સામે 3 ટી-20 મેચની શ્રેણી હારી ગયું છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia Vs England) બંને વચ્ચે કેનબેરામાં રમાયેલી બીજી T20 મેચ 8 રનથી જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. તે પણ ખૂબ જ રસપ્રદ છે કે ઇંગ્લેન્ડે પણ પ્રથમ મેચ 8 રનના માર્જિનથી જીતી હતી. બીજી T20 મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન જ બનાવી શકી હતી. 49 બોલમાં 82 રન બનાવનાર ડેવિડ મલાન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લિશ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાના આક્રમણ સામે મહેમાન ટીમે માત્ર 54 રનમાં પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.જોસ બટલર, એલેક્સ હેલ્સ, બેન સ્ટોક્સ અને હેરી બ્રુક્સ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી ડેવિડ મલાન અને મોઈન અલીએ કમાન સંભાળી અને સાથે મળીને ઈનિંગને 146 રન સુધી પહોંચાડી દીધી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

મલાન અને મોઈને બાજી સંભાળી

મોઈનના રૂપમાં ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો લાગ્યો હતો. આ પછી મલાનને કોઈ મજબૂત ટેકો ન મળ્યો અને વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી. મલાનના રૂપમાં ઈંગ્લેન્ડને 171 રન પર 7મો ઝટકો લાગ્યો હતો. માલને 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 34 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે એડમ ઝમ્પાએ 2 વિકેટ લીધી હતી.

 

 

ધુરંધરો માત્ર 51 રનમાં જ પરત ફર્યા

ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટના જવાબમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલના રૂપમાં 51 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી મિચેલ માર્શે 45 રન બનાવીને ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને બીજા છેડે મજબૂત સપોર્ટ મળ્યો નહોતો.

સેમ કરનના વાવાઝોડામાં ઓસ્ટ્રેલિયા પાણીમાં બેઠુ

91ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો સ્ટોઈનિસના રૂપમાં લાગ્યો હતો. આ પછી માર્શને ટિમ ડેવિડનો સાથ મળ્યો, પરંતુ તે 114 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. ઓસ્ટ્રેલિયાના દાવને 145 રન પર લઈ ગયા બાદ ડેવિડ આઉટ થયો હતો. મેક્વીન વેડ 10 અને પેટ કમિન્સ 18 રને અણનમ રહ્યા હતા. ઈંગ્લેન્ડના સેમ કરને 25 રનમાં 3 વિકેટ લીધી હતી.

Published On - 9:29 pm, Wed, 12 October 22

Next Article