T20 World Cup: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને જીતની ખુશીનો પાર ના રહ્યો, ડ્રેસીંગ રુમમાં જૂતામાં જામ છલકાવી પિધાં, Video

|

Nov 15, 2021 | 9:37 AM

ઓસ્ટ્રેલિયા (Australia) પ્રથમ વખત T20 ક્રિકેટમાં ચેમ્પિયન બન્યું છે. હવે જીત મોટી છે તો સ્વાભાવિક છે કે ઉજવણી પણ મોટી થશે. ઓસ્ટ્રેલિયન ટીમે T20 World Cup ની જીતનો જશ્ન ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ મનાવીને ઉજવણી કરી હતી.

T20 World Cup: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને જીતની ખુશીનો પાર ના રહ્યો, ડ્રેસીંગ રુમમાં જૂતામાં જામ છલકાવી પિધાં, Video
Australia Cricket Team Shoeys Party

Follow us on

ઓસ્ટ્રેલિયન ટીમ (Australian Cricket Team) જે પણ કરે છે તે ખૂબ કરે છે. ક્રિકેટમાં લડીને મેદાન મારવાની વાત હોય કે પછી જીતનો જશ્ન કંઈક અલગ રીતે મનાવવાનો હોય. અને, જ્યારે આવી કોઇ ખાસ વસ્તુ પહેલીવાર પોતાની પાસે આવી છે, તો પછી શું કહેવું? હવે આ વખતના T20 વર્લ્ડ કપના (T20 World Cup 2021) ટાઈટલને જ લઈ લો. ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત T20 ક્રિકેટમાં ચેમ્પિયન બન્યું છે. ટૂર્નામેન્ટના 14 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત તે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહ્યા છે.

હવે જીત મોટી છે તો સ્વાભાવિક છે કે ઉજવણી પણ મોટી થશે. ઓસ્ટ્રેલિયન ટીમે ટી20 વર્લ્ડ કપની જીતની ખૂબ જ સારી રીતે ડ્રેસિંગ રૂમમાં ઉજવણી કરી હતી. ખુશીના કારણે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં શૂઝ સાથે જામનો આનંદ લેતા જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

ડ્રેસિંગ રૂમમાં જૂતા સાથે જામ ચઢાવતા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનો વીડિયો ICCએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેલાડીઓ તેમના જૂતા ઉતારે છે અને પછી તેમાં ટીન માંથી પિણાંને રેડીને પીતા હોય છે.

 

ઑસ્ટ્રેલિયાના F1 ડ્રાઇવરે ઉજવણીની આ રીત ફેમસ કરી

જો કે, જૂતા સાથે જામ કરીને ઉજવણી વ્યક્ત કરવાની આ પદ્ધતિ નવી નથી. તેને ઓસ્ટ્રેલિયન ફોર્મ્યુલા વન રેસર ડેનિયલ રિકિયાર્ડોએ પ્રખ્યાત બનાવી છે. હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પણ ઉજવણીની તેની આ પ્રખ્યાત રીત અજમાવી રહી છે. જૂતામાંથી જામ પીવા ઉપરાંત ખેલાડીઓ ખુશ થયા હતા અને સફળતા માટે એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.

 

ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ આ રીતે કરી હતી

T20 વર્લ્ડ કપ 2021ના ટાઇટલ જંગમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચનો ટોસ જીત્યો હતો, જે તેના માટે સૌથી મોટો ફાયદો હતો. વાસ્તવમાં ફાઈનલ પહેલા દુબઈમાં રમાયેલી છેલ્લી 12 મેચોમાં ટોસ હારનારી ટીમ માત્ર એક જ વખત જીતી શકી હતી. જ્યારે 11 વખત એ જ ટીમ જીતી હતી જે ટોસની બોસ બની હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 172 રન બનાવ્યા હતા.

જવાબમાં ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની આખરી ફતેહનો હીરો હતો મિશેલ માર્શ, જેણે બેટથી અણનમ 77 રન બનાવ્યા હતા. જ્યારે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ડેવિડ વોર્નર બન્યો હતો.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ઓસ્ટ્રેલિયા સામે કઇ ચૂક રહી ગઇ કે ન્યુઝીલેન્ડના હાથમાંથી સરકી ગઇ ટ્રોફી, જાણો અહીં

આ પણ વાંચોઃ T20 World Cup: જેને લઇને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માં જેને લઇને સતત મચી રહી હતી બબાલ, હટાવવાની હતી માંગ તેણે જ બનાવ્યા T20 ચેમ્પિયન

Published On - 9:32 am, Mon, 15 November 21

Next Article