Asian Games 2026: ભારત અને પાકિસ્તાનની સીધા ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
એશિયન ગેમ્સ 2026 જાપાનના શહેરો આઈચી અને નાગોયામાં યોજાશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ પણ યોજાશે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સીધા ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્વાર્ટર ફાઇનલ, સેમિ ફાઇનલ અથવા ફાઇનલમાં ટક્કર થઈ શકે છે. જાણો સંપૂર્ણ શેડ્યૂલ.
2026 એશિયન ગેમ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા ટીમો છે એના ટીમો સીધા ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થઈ છે. પુરુષોની શ્રેણીમાં નેપાળ અને અફઘાનિસ્તાન ગ્રુપ A માં છે. યજમાન જાપાન પણ ગ્રુપ A માં છે. ગ્રુપ B માં હોંગકોંગ, મલેશિયા અને ઓમાનનો સમાવેશ થાય છે. ચાલો એશિયન ગેમ્સ ક્રિકેટ શેડ્યૂલના પાંચ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ.
એશિયન ગેમ્સ ક્રિકેટ શેડ્યૂલ
ભારત અને પાકિસ્તાન સીધા એશિયન ગેમ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. બાંગ્લાદેશ અને શ્રીલંકાએ પણ સીધા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઇનલ 3 ઓક્ટોબરે રમાશે.
મહિલા ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભારત, જાપાન, બાંગ્લાદેશ, ચીન, શ્રીલંકા, મલેશિયા, પાકિસ્તાન અને થાઇલેન્ડ સામેલ છે.
પુરુષોની ટુર્નામેન્ટમાં ભારતનો પહેલો મુકાબલો 28 સપ્ટેમ્બરના રોજ થશે. આ ક્વાર્ટર ફાઇનલ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:00 વાગ્યે રમાશે. આ મેચ હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
મહિલા વર્ગમાં, ભારતીય ટીમ 18 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:00 વાગ્યે જાપાન સામે ટકરાશે.