Asia Cup 2023 ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ઇજાગ્રસ્ત, આ ખેલાડી કોલંબો માટે રવાના

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારના રોજ કોલમ્બોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ફાઇનલ મેચ રમવાની છે. ટીમ ઇન્ડિયા માટે આ મેચ ખાસ છે કારણ કે લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમે કોઇ મલ્ટી ટીમ પ્રતિયોગિતા જીતી નથી. ભારત અને શ્રીલંકા વચ્ચે આ આઠમી એશિયા કપ ફાઇનલ હશે. પણ આ ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયાનો એક મહત્વપૂર્ણ ખેલાડી ઇજાગ્રસ્ત થઇ ગયો છે.

Asia Cup 2023 ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ઇજાગ્રસ્ત, આ ખેલાડી કોલંબો માટે રવાના
ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફારImage Credit source: BCCI Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 1:20 PM

એશિયા કપ 2023ની (Asia Cup 2023 Final) ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ફાઇનલ મેચના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયામાં વોશિન્ગટન સુંદરની (Washington Sundar) એન્ટ્રી થઇ છે. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે ઓલરાઉન્ડર વોશિન્ગટન સુંદર ટીમ સાથે જોડાવા માટે કોલંબો રવાના થઇ ગયો છે.

સુંદરનો અક્ષર પટેલના સ્થાન પર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થયો છે. ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે શ્રીલંકા સામે ફાઇનલ મેચ રમવાની છે. અક્ષર પટેલે શુક્રવારે બાંગ્લાદેશ સામે મેચ રમી હતી અને તેણે બીજી ઇનિંગમાં બેટ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ પણ અંતમાં ટીમની હાર થઇ હતી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

સુંદર હાલમાં ભારતીય ટીમ સાથે આયરલેન્ડના પ્રવાસ પર જોડાયો હતો અને ત્રણ મેચની ટી20 શ્રેણીમાં બે મેચ રમ્યો હતો. તે બંને મેચમાં એક પણ વિકેટ લેવામાં અસફળ રહ્યો હતો. સુંદર આઇપીએલ-2023 માં ઇજાગ્રસ્ત થયો હતો અને તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો હતો.

ઇજાને લઇ અનિશ્ચિતતા

અક્ષર પટેલને બાંગ્લાદેશ સામેની મેચમાં નિગલ ઇજા થઇ હતી. આ ઇજા કેટલી ગંભીર છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ તેના ફાઇનલમાં ભાગ લેવા અંગે શંકા છે અને તેથી સુંદરનો બેકઅપ બોલર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સુંદર એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઇ રહેલી ટીમ ઇન્ડિયામાં સામેલ છે અને આ સમયે તે બેંગલુરૂમાં હતો. બાંગ્લાદેશ સામે અક્ષર પટેલે 34 બોલમાં 42 રન બનાવ્યા હત જેમાં ત્રણ ફોર અને બે સિક્સ સામેલ હતા. તેણે 9 ઓવર બોલિંગ કરી હતી જેમાં તેણે 47 રન આપી એક વિકેટ લીધી હતી. તેને બે વખત બોલ પણ વાગ્યો હતો. અક્ષર પટેલ જ્યારે બેટીંગ કરી રહ્યો હતો ત્યારે તેને શ્રીલંકાના ફિલ્ડરનો થ્રો કરેલો બોલ વાગ્યો હતો. તે બાદ ફિઝીયોએ મેદાન પર આવી તેના હાથ પર સ્પ્રે છાંટ્યો હતો.

પ્લેઇંગ ઇલેવનમાં મળશે જગ્યા

હવે જોવાનું રહ્યું છે કે સુંદરને ફાઇનલ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવે છે કે નહીં. તે એક સારો ઓફ સ્પિનર છે અને બેટીંગ પણ શાનદાર કરે છે. શ્રીલંકા પાસે લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે અને તેમના માટે ભારતીય ટીમ પાસે કોઇ ઓફ સ્પિનર બોલર નથી. આવામાં સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પણ આ સ્થિતિ ત્યારે જ શક્ય છે જ્યારે ફાઇનલમાં ભારત મેદાન પર ટીમમાં ત્રણ સ્પિનર સાથે રમવા આવે. જો ભારત ફાઇનલમાં ત્રણ ફાસ્ટ બોલર સાથે રમે છે તો સુંદરને ટીમની બહાર જ રહેવું પડશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">