
એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો ચાલું છે. સુપર-4ની પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ટૂર્નામેન્ટના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પાછળ છોડી પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી છે. જ્યારે બાંગ્લાદેશ બીજા નંબર પર છે. પાકિસ્તાન આ ટેબલમાં સૌથી નીચે છે. હવે તેમણે આગામી મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે.
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં સતત બીજી જીત નોંધાવી સુપર-4માં શાનદાર શરુઆત કરી છે. લીગ મેચમાં 7 વિકેટથી જીત મેળવ્યા બાદ ભારતે સુપર-4માં શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 2 પોીન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બાંગ્લાદેશ બીજા નંબર પર છે. જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાને હજુ ખાતું ખોલ્યું નથી. શ્રીલંકા આ ટેબલમાં રનરેટના આધાર પર ત્રીજા નંબર પર છે.
સુપર-4ની પહેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 4 વિકેટથી હરાવ્યું હતુ. આ સાથે બાંગ્લાદેશે લીગ મેચમાં મળનારી હારનો બદલો લીધો હતો. પાકિસ્તાનની ટીમ હવે આ ટૂર્નામેન્ટમાં રહેવા માટે આગામી મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે. પાકિસ્તાનની આગામી મેચ 23 સપ્ટેમબરના રોજ શ્રીલંકા સામે છે.
23 સપ્ટેમબરના રોજ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કરો યા મરોની મેચ રહેશે. જે ટીમ આ મેચ હારશે. તેનું પત્તુ એશિયા કપની આ ટૂર્નામેન્ટમાંથી કપાય જશે. આ સિવાય 24 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશની ટીમ સાથે ટકરાશે.
25 સપ્ટેમબરના રોજ બાંગ્લાદેશ પોતાની છેલ્લી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમશે. આ સિવાય 26 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકાની મેચ ભારત સામે છે.ટોપ પર રહેનારી 2 ટીમો વચ્ચે એશિયા કપની ફાઈનલ રમાશે. ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરના રોજ રમાશે.