
એશિયા કપ 2025ના રોમાંચક મુકાબલામાં, ભારત અને પાકિસ્તાનની ટીમો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને-સામને છે. આ મેચની શરૂઆતમાં, ટોસ દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી, જે સોશિયલ મીડિયા પર એક મોટો મુદ્દો બની ગઈ. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ પછી પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આ ઘટના હેડલાઈન્સમાં બની હતી.
મેચ પહેલા પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, સૂર્યકુમાર યાદવે ટીમની યાદી અમ્પાયરને સોંપી, કોમેન્ટેટર સાથે પણ વાત કરી અને પછી ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો, આ દરમિયાન તેણે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ નહીં મિલાવ્યો અને કોઈ વાતચીત પણ કરી નહીં. આ ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
No Handshake Between Both Captain
Suryakumar Yadav Leading from the front #SuryakumarYadav #INDvsPAK pic.twitter.com/EWJACh9i0t
— RoMan (@SkyXRohit1) September 14, 2025
સામાન્ય રીતે ક્રિકેટ મેચમાં ટોસ દરમિયાન, બંને ટીમોના કેપ્ટન એકબીજા સાથે હાથ મિલાવે છે, જે રમતગમતની ભાવનાનું પરંપરાગત પ્રતિક છે. પરંતુ આ વખતે એવું જોવા મળ્યું નહીં. એક અહેવાલ મુજબ, સૂર્યાએ મેચની સવારે જ હાથ ન મિલાવવાનું મન બનાવી લીધું હતું. મેચના થોડા કલાકો પહેલા, તેણે તેની ટીમને પોતાનો નિર્ણય પણ જણાવી દીધો હતો કે તે હાથ મિલાવવા માટે તૈયાર નથી. જોકે, તેણે તેની ટીમને કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવો કે નહીં તે દરેકની વ્યક્તિગત પસંદગી છે.
તમને જણાવી દઈએ કે, ટૂર્નામેન્ટની શરૂઆતમાં, બધી ટીમોના કેપ્ટનોએ એકસાથે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. પરંતુ આ વખતે સૂર્યાએ એવું ન કરવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો: IND vs PAK : ભારત સામે હારી પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ જશે? આ છે સમીકરણ