IND vs PAK : અભિષેક શર્મા પાકિસ્તાની બોલરનો તોડશે ઘમંડ! એક વર્ષ પહેલા થયો હતો વિવાદ

સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની મેચમાં પહેલા જ બોલ પર સિક્સર ફટકારનાર ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા પાકિસ્તાનના સ્પિનર ​​સુફિયાન મુકીમનો તોડશે તોડવા માટે ઉત્સુક છે. 2024માં ઈમર્જિંગ ટીમ એશિયા કપ દરમિયાન બંને વચ્ચે વિવાદ થયો હતો.

IND vs PAK : અભિષેક શર્મા પાકિસ્તાની બોલરનો તોડશે ઘમંડ! એક વર્ષ પહેલા થયો હતો વિવાદ
Abhishek Sharma
Image Credit source: PTI
| Updated on: Sep 13, 2025 | 9:00 PM

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે દુબઈમાં મેચ રમાશે. ચાહકો આ મેચની ખૂબ જ અધીરાઈથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમોએ આ ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ UAE સામે 9 વિકેટથી મોટી જીત નોંધાવી હતી, જ્યારે પાકિસ્તાને ઓમાનને 93 રનથી હરાવ્યું હતું. હવે બંને ટીમો પોતાનો વિજય રથ ચાલુ રાખવા માંગશે. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા પાકિસ્તાનના સ્પિનર ​​સુફિયાન મુકીમના ગૌરવને તોડવા માટે ઉત્સુક રહેશે. આ બંને ખેલાડીઓ વચ્ચે એક વર્ષ પહેલા વિવાદ થયો હતો.

વિવાદ ક્યારે થયો?

ગયા વર્ષે ઈમર્જિંગ ટીમ એશિયા કપ દરમિયાન ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા અને પાકિસ્તાનના ડાબા હાથના સ્પિન બોલર સુફિયાન મુકીમ વચ્ચે વિવાદ થયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઈમર્જિંગ ટીમ એશિયા કપમાં ઈન્ડિયા-A અને પાકિસ્તાન-A ટીમો ગ્રુપ-B માં હતી.

અભિષેક-સુફિયાન વચ્ચે વિવાદ

19 ઓક્ટોબર 2024 ના રોજ, બંને ટીમો અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર એકબીજા સામે રમવા માટે ઉતરી હતી. આ મેચમાં, ટીમ ઈન્ડિયા તરફથી ઓપનિંગ કરવા આવેલા ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ પ્રભસિમરન સિંહ સાથે મળીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ 6 ઓવરમાં 68 રન ઉમેર્યા હતા. આ પછી, સુફિયાન મુકીમે સાતમી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં મોટો શોટ રમવાના પ્રયાસમાં, અભિષેકે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

 

બંનેએ દલીલ કરવાનું શરૂ કર્યું

આ પછી સુફિયાન મુકીમે અભિષેકને પેવેલિયન જવાનો સંકેત આપ્યો. અભિષેકે તેને જવાબ આપ્યો. આ પછી બંનેએ દલીલ કરવાનું શરૂ કર્યું. સુફિયાન અને અભિષેક વચ્ચેનો વિવાદ વધતો જોઈને અમ્પાયરોએ દરમિયાનગીરી કરી.

બંને 14 સપ્ટેમ્બરે ફરી આમને-સામને

આ મેચમાં અભિષેક શર્માએ 22 બોલમાં 35 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં ઈન્ડિયા-A એ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન-A ટીમ 20 ઓવરમાં ફક્ત 176 રન જ બનાવી શકી હતી. હવે આ બંને ખેલાડીઓ 14 સપ્ટેમ્બરે એશિયા કપમાં એકબીજાનો સામનો કરશે.

આ પણ વાંચો: Hong Kong Open : લક્ષ્ય સેને 2 વર્ષની રાહનો અંત લાવ્યો, વર્લ્ડ નંબર-3 ખેલાડીને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 8:58 pm, Sat, 13 September 25