Asia Cup 2025 : ફાઈનલ પહેલા પાકિસ્તાનને ફટકો, બે ખેલાડીઓ પર લાગશે પ્રતિબંધ?

એશિયા કપ 2025 ફાઈનલ પહેલા પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગી શકે છે. ટીમના ખેલાડીઓ હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાન પર ગંભીર કાર્યવાહી થઈ શકે છે. અને બંને ફાઈનલ મેચમાંથી ભાર પણ થઈ શકે છે. જાણો શું છે સમગ્ર મામલો.

Asia Cup 2025 : ફાઈનલ પહેલા પાકિસ્તાનને ફટકો, બે ખેલાડીઓ પર લાગશે પ્રતિબંધ?
Pakistan
Image Credit source: PTI
| Updated on: Sep 26, 2025 | 5:16 PM

ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઈનલમાં પહેલીવાર આમને-સામને થશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે મેચમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. હવે, ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે દુબઈમાં જીતની હેટ્રિક લગાવવા અને ટાઈટલનો જીતવાનો લક્ષ્ય રાખશે. આ ટાઈટલ મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગી શકે છે. તેના બે ખેલાડીઓ હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાન પર પ્રતિબંધ લાગી શકે છે. આનું એક મોટું કારણ સામે આવ્યું છે.

રૌફ અને ફરહાન સામે થશે કાર્યવાહી?

એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયા સામેની મેચ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફ અને ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાને એવું કૃત્ય કર્યું, જેના પર BCCIએ સખત વાંધો ઉઠાવ્યો અને મેચ રેફરીને તેની ફરિયાદ કરી. આ કેસમાં સુનાવણી શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ થશે. જો બંને ખેલાડીઓ દોષિત ઠરે છે, તો તેમના પર કડક કાર્યવાહી થઈ શકે છે. તેમને ફાઈનલ મેચ રમવાથી પણ પ્રતિબંધિત કરી શકાય છે.

શું છે આખો મામલો?

21 સપ્ટેમ્બરના રોજ, દુબઈમાં આ ટુર્નામેન્ટના સુપર 4 રાઉન્ડની મેચમાં ભારત અને પાકિસ્તાન બીજી વખત ટકરાયા. ટીમ ઈન્ડિયાએ આ મેચ 6 વિકેટથી જીતી લીધી. આ મેચ દરમિયાન પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકાર્યા બાદ ગન સેલિબ્રેશનથી ઉજવણી કરી. ત્યારબાદ, પાકિસ્તાનના ઝડપી બોલર હરિસ રૌફે ફિલ્ડિંગ કરતી વખતે પ્લેન-શૂટિંગનો ઈશારો કર્યો.

BCCIએ ICCને કરી ફરિયાદ

BCCIએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને ફરિયાદ કરી. તેમણે ઈમેલ સાથે હરિસ રૌફ અને સાહિબજાદા ફરહાનના વીડિયો પણ મોકલ્યા. આ દરમિયાન પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને પોતાના બંદૂક ચલાવવાના સેલિબ્રેશન વિશે પ્રતિક્રિયા આપી હતી.

સાહિબજાદા ફરહાને શું કહ્યું?

પોતાના ગન સેલિબ્રેશન વિશે બોલતા ઓપનર સાહિબજાદા ફરહાને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે તે ફક્ત ઉજવણીનો એક ક્ષણ હતો. “હું ફિફ્ટી ફટકાર્યા પછી વધારે ઉજવણી કરતો નથી, પરંતુ અચાનક મને વિચાર આવ્યો કે મારે આજે ઉજવણી કરવી જોઈએ. મેં તે જ કર્યું. મને ખબર નથી કે લોકો તેને કેવી રીતે લેશે. મને કોઈ વાંધો નથી.”

BCCIએ રિપોર્ટ મોકલ્યો

દરમિયાન, BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરહાને આ જાણી જોઈને કર્યું છે અને તેણે પહેલાથી જ કહ્યું છે કે તેને કોઈ અફસોસ નથી. “અમે એક સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કર્યો છે અને તેને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને મોકલી દીધું છે.” PCBની ફરિયાદ બાદ સૂર્યકુમાર યાદવની સુનાવણી 25 સપ્ટેમ્બરે ICC એલીટ પેનલ મેચ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ થઈ હતી.

આ પણ વાંચો: Breaking News : પાકિસ્તાન ફરી હારી ગયું, સૂર્યકુમાર યાદવ નિર્દોષ જાહેર, જાણો ICC સુનાવણીમાં શું થયું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:57 pm, Fri, 26 September 25