PAK vs BAN Match Result: બાંગ્લાદેશ સામે પાકિસ્તાને હાંફતા હાંફતા મેળવી જીત, 40મી ઓવરમાં મેળવ્યો વિજય
Asia cup 2023 PAK vs BAN Match Result: બાંગ્લાદેશ સામે ઓપનર ફખર ઝમાન અને કેપ્ટન બાબર આઝમ સસ્તામાં જ વિકેટ ગુમાવીને પરત ફર્યા હતા. જોકે પાકિસ્તાનની બેટિંગ શરુઆતથી જ ધીમી રહી હતી. પાકિસ્તાને બાંગ્લાદેશના બોલરો સામે ટોચની ત્રણેય વિકેટ ગુમાવી હતી. જોકે લક્ષ્ય આસાન હોવાથી તેને પાર કરી જીત નોંધાવી હતી. જોકે બાંગ્લાદેશી બોલરોની સામે પાકિસ્તાનના ટોચના બેટર્સને માટે રન નિકાળવા આસાન નહોતા રહ્યા.
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ 2023 ની સુપર ફોર પ્રથમ મેચ રમાઈ હતી. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જોકે બાંગ્લાદેશની ટીમના બેટર્સ બેટિંગ કરવામાં લાહોરની ધરતી પર નબળી રમત દર્શાવતા 194 રનમાં જ ટીમ સમેટાઈ ગઈ હતી. હારિસ રઉફ અને અને નસીમ શાહે તરખાટ મચાવતી બોલિંગ કરી હતી. જોકે આસાન લક્ષ્ય સામે બાંગ્લાદેશના બોલરોએ પાકિસ્તાનને હાંફ ચડાવી દીધો હતો.
આ પણ વાંચોઃ Aravalli: અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો, મુરઝાતા પાકને રાહત, જુઓ Video
બાંગ્લાદેશ સામે ઓપનર ફખર ઝમાન અને કેપ્ટન બાબર આઝમ સસ્તામાં જ વિકેટ ગુમાવીને પરત ફર્યા હતા. જોકે પાકિસ્તાનની બેટિંગ શરુઆતથી જ ધીમી રહી હતી. પાકિસ્તાને બાંગ્લાદેશના બોલરો સામે ટોચની ત્રણેય વિકેટ ગુમાવી હતી. જોકે લક્ષ્ય આસાન હોવાથી તેને પાર કરી જીત નોંધાવી હતી. જોકે બાંગ્લાદેશી બોલરોની સામે પાકિસ્તાનના ટોચના બેટર્સને માટે રન નિકાળવા આસાન નહોતા રહ્યા. પાકિસ્તાને 40મી ઓવરમાં 7 વિકેટથી જીત મેળવી હતી.
બાબર અને ફખર સસ્તામાં OUT
ટોસ હારીને લક્ષ્યનો પિછો કરવા માટે મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમને ઘર આંગણે રન નિકાળવા મુશ્કેલ થઈ પડ્યા હતા. પાકિસ્તાન સામે 194 રનનુ આસાન લક્ષ્ય હતુ, પરંતુ આમ છતાં તેને પાર કરવા માટે ખૂબ જ ધીરજ ધરવી પડી હતી. 35 રનના સ્કોર પર જ પાકિસ્તાને પ્રથમ વિકેટ ફખર ઝમાનના રુપમાં ગુમાવી હતી. ફખર ઝમાન 31 બોલનો સામનો કરીને 20 રન નોંધાવી પરત ફર્યો હતો. ત્યાર બાદ ટીમનો સુકાની બાબર આઝમ બીજી વિકેટના રુપમાં આઉટ થઈ પરત ફર્યો હતો. બાબર આઝમે 22 બોલનો સામનો કરીને 17 રન નોંધાવ્યા હતા.
Remarkable team effort by Pakistan! Rauf’s exceptional bowling, with figures of 4/19, set the stage by limiting the Tigers to a modest total of 193. In response, Imam and Rizwan’s 50s ensured a confident chase, resulting in a promising 7-wicket win. #AsiaCup2023 #PAKvBAN pic.twitter.com/fuehIGRKBG
— AsianCricketCouncil (@ACCMedia1) September 6, 2023
આમ 72 રનના સ્કોર પર જ બંને મહત્વની વિકેટ પાકિસ્તાને ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઈમામ ઉલ હકે રમત સંભાળી હતી. તેણે ટીમને મોહમ્મદ રિઝવાન સાથે મળીને લક્ષ્ય તરફ ધીરે ધીરે આગળ વધારી હતી. હકે 84 બોલનો સામનો કરીને 78 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 છગ્ગા ફટકાર્યા હતા. રિઝવાને પણ અડધી સદી નોંધાવીને ટીમને જીત નજીત પહોંચાડી હતી.