IND vs PAK: એશિયા કપમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાની કોચનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે

વરસાદના કારણે બે દિવસ સુધી ચાલેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 122 અને કેએલ રાહુલના અણનમ 111 રનના આધારે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ આ વિશાળ સ્કોર સામે ટકી શકી ન હતી અને માત્ર 128 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત સામે પાકિસ્તાનની વનડેમાં સૌથી મોટી હાર બાદ પાકિસ્તાનના કોચનું નિવેદન સામે આવ્યું હતું.

IND vs PAK: એશિયા કપમાં ભારત સામે કારમી હાર બાદ પાકિસ્તાની કોચનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે
Pakistan coach
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 5:22 PM

એશિયા કપ 2023 (Asia Cup 2023)ની મેચમાં પાકિસ્તાનને ભારતના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. વનડેમાં રનના મામલામાં પાકિસ્તાન (Pakistan) સામે ભારતની આ સૌથી મોટી જીત છે. આ હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ, પૂર્વ ખેલાડીઓ અને પ્રશંસકો નિરાશ છે, ત્યારે ટીમના કોચ ગ્રાન્ડ બ્રેડબર્ને (Grand Bradburn) આ હારને ટીમ માટે ભેટ ગણાવી છે. આ મેચમાં ભારતે પાકિસ્તાનની હાલત ખરાબ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પહેલા ઘણા રન બનાવ્યા અને પછી ભારતીય બોલરોએ શાનદાર રમત બતાવીને પાકિસ્તાની બેટિંગની કમર તોડી નાખી હતી.

ભારત સામે પાકિસ્તાનની કારમી હાર

વરસાદના કારણે બે દિવસ સુધી ચાલેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલીના અણનમ 122 અને કેએલ રાહુલના અણનમ 111 રનના આધારે 50 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ આ વિશાળ સ્કોર સામે ટકી શકી ન હતી અને માત્ર 128 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

હાર એક ભેટ છે: કોચ

મેચ બાદ ટીમના મુખ્ય કોચ બ્રેડબર્ને કહ્યું કે તેમના મતે છેલ્લા બે દિવસમાં જે પણ થયું તે એક ભેટ છે જેના માટે તે ટીમ ઈન્ડિયાનો આભાર માને છે. તેણે કહ્યું કે તેની ટીમ વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ સામે ભાગ્યે જ રમે છે. કોચે કહ્યું કે તેમની ટીમ છેલ્લા ત્રણ મહિનામાં એક પણ મેચ હારી નથી, પરંતુ ભારત સામેની હારથી તે જાગી ગયો અને કહ્યું કે ટીમને દરરોજ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂર છે. તેણે કહ્યું કે આ હાર વાસ્તવમાં તેની ટીમ માટે ભેટ છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : IND vs PAK: વિરાટ કોહલીએ પહેલા સદી ફટકારી, પછી ખૂબ કરી મસ્તી, જુઓ Video

પાકિસ્તાન નંબર-1 વનડે ટીમ છે

પાકિસ્તાને હાલમાં જ ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેના કારણે તે ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયું છે. આ ટીમે 2 સપ્ટેમ્બરે ભારત સામે રમાયેલી મેચમાં ભારતીય ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. પરંતુ બીજી મેચમાં ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોને ખરાબ રીતે માત આપી હતી. આ મેચમાં ન તો શાહીન શાહ આફ્રિદીની સ્વિંગ કામ કરી શકી કે ન તો નસીમ શાહ અને હરિસ રઉફની ગતિ. રઉફ આખી ઓવર નાંખી શક્યો નહોતો. ઈજાના કારણે તે આખી મેચ રમી શક્યો નહોતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">