AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : હાર્દિક પંડ્યાએ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું મિડલ સ્ટમ્પ ઉડાવી દીધું, જુઓ Video

ભારતીય ટીમે વિરાટ કોહલીના અણનમ 122 અને કેએલ રાહુલના અણનમ 111 રનના આધારે જંગી સ્કોર બનાવ્યો હતો. જેનો પીછો કરતાં પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. જેના પર પાકિસ્તાનને સૌથી વધુ અપેક્ષા હતી એ બાબર આઝમ પણ કોઈ ખાસ કમાલ કરી શક્યો નહીં અને હાર્દિક પંડયાના બોલ પર ખરાબ રીતે આઉટ થયો હતો. હાર્દિકના બોલ પર બાબર આઝમના ક્લીન બોલ્ડ થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.

IND vs PAK : હાર્દિક પંડ્યાએ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું મિડલ સ્ટમ્પ ઉડાવી દીધું, જુઓ Video
Hardik Pandya
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 10:17 PM
Share

એશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર-4 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનના બોલરોની કમર તોડી નાખી હતી. સોમવારે રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન (Pakistan) સામે બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. આ સ્કોરનો સામનો કરતા પાકિસ્તાનને મજબૂત શરૂઆતની જરૂર હતી અને ટીમને કેપ્ટન બાબર આઝમ (Babar Azam) પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હતી, પરંતુ કેપ્ટન નિષ્ફળ ગયો હતો. ન તો ટીમને સારી શરૂઆત મળી અને ન તો કેપ્ટનનું બેટ ચાલ્યું.

કોહલી-રાહુલની શાનદાર સદી

ભારતીય ટીમે વિરાટ કોહલીના અણનમ 122 અને કેએલ રાહુલના અણનમ 111 રનના આધારે જંગી સ્કોર બનાવ્યો હતો. કોહલીએ 94 બોલનો સામનો કરીને નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. રાહુલે પોતાની ઈનિંગમાં 106 બોલનો સામનો કર્યો હતો. તેની ઈનિંગમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. બંનેની સદીની મદદથી ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેની સામે તેમનો કેપ્ટન જ નિષ્ફળ સાબિત થયો હતો અને સસ્તામાં આઉટ થઈ ગયો હતો.

પંડ્યાના ઈન સ્વિંગનો બાબર પાસે કોઈ જવાબ નહીં

પાકિસ્તાનને 357 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પાકિસ્તાની ઓપનરો ફખર ઝમાન અને ઇમામ ઉલ હકની જોડી ટીમને સારી શરૂઆત અપાવી શકી નહીં. જસપ્રીત બુમરાહે ઇમામને શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવીને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી આવ્યો કેપ્ટન બાબર આઝમ. બાબર મોટી ઈનિંગ રમશે એવી અપેક્ષા હતી પરંતુ એવું થયું નહીં. બુમરાહે બાબરને આઉટ અને ઈન સ્વિંગ સાથે ખૂબ જ પરેશાન કર્યો. બાબરને આઉટ કરવા બુમરાહે જે મુશ્કેલી ઉભી કરી તેનો ફાયદો હાર્દિક પંડ્યાને મળ્યો. 11મી ઓવરના ચોથા બોલ પર પંડ્યાના ઈન સ્વિંગનો બાબર પાસે કોઈ જવાબ નહોતો. પંડ્યાનો બોલ બાબરના મિડલ સ્ટમ્પ સાથે અથડાયો. બાબર 24 બોલમાં માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો.

આ પણ વાંચો : IND vs PAK : વિરાટ કોહલીએ પાકિસ્તાની બોલરને શાનદાર સિકસર ફટકારી અપાવી T20 વર્લ્ડ કપ 2022ની યાદ, જુઓ Video

બાબર આઝમ ભારત સામે ફરી નિષ્ફળ

આ સાથે બાબર ફરી એકવાર ભારત સામે મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આ ઈનિંગ સહિત બાબરે ભારત સામે કુલ છ ઈનિંગ્સ રમી છે પરંતુ તેમાંથી એક પણ ઈનિંગમાં તે અડધી સદી પણ ફટકારી શક્યો નથી. બાબર આઝમ હાલમાં વન-ડેમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન છે પરંતુ તેના માટે ભારત સામે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">