AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: બાંગ્લાદેશ વિરૂદ્ધ વિરાટ કોહલીએ મેદાનમાં કરી હતી જોરદાર કોમેડી, જુઓ Video

બાંગ્લાદેશ સામે એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. જોકે, આ દિગ્ગજ ખેલાડી આરામ કરવાને બદલે પોતાના જુનિયરોને પાણી આપતો જોવા મળ્યો હતો. વિરાટે આ દરમિયાન કોમેડી પણ કરી હતી. તે મેદાનમાં વોટર બોય તરીકે મેદાનમાં પ્રવેશ્યો હતો. વિરાટ મસ્તીનાં મૂડમાં જોવા મળ્યો હતો. કોહલી ખૂબ જ વિચિત્ર રીતે દોડ્યો હતો જેનો વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

IND vs BAN: બાંગ્લાદેશ વિરૂદ્ધ વિરાટ કોહલીએ મેદાનમાં કરી હતી જોરદાર કોમેડી, જુઓ Video
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 6:25 PM
Share

વિરાટ કોહલી શાનદાર બેટ્સમેન હોવાની સાથે એક સારો કોમેડિયન પણ છે, આ વાત બાંગ્લાદેશ સામેની મેચમાં સાબિત થઈ હતી. એશિયા કપ (Asia Cup 2023) માં બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીને આરામ આપ્યો હતો. પરંતુ મેચ દરમિયાન આરામ કરવાને બદલે આ ખેલાડી અલગ જ ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાના જુનિયર ખેલાડીઓને પાણી પીવડાવ્યું હતું. તે ટીમ માટે ડ્રિંક્સ લઈને મેદાનમાં ગયો હતો. જો કે આ દરમિયાન તેણે એવી હરકત કરી હતી જેને જોઈ બધા હસી પડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલીની રમૂજી હરકત

બાંગ્લાદેશની ઈનિંગની 10મી ઓવર પૂરી થયા બાદ ડ્રિંક્સ બ્રેક થયો હતો જેમાં વિરાટ કોહલી ટીમ માટે પાણી લઈને આવ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી ખૂબ જ વિચિત્ર રીતે દોડતો જોવા મળ્યો હતો. વિરાટની આ હરકત જોઈને તેના સાથી ખેલાડીઓ પણ હસવા લાગ્યા હતા. બીજી તરફ વિરાટ કોહલીની ટીમ સ્પિરિટ જોઈને ચાહકો તેને સલામ કરતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 77 સદી ફટકારી છે પરંતુ તેમ છતાં તેને વોટર બોય બનવામાં કોઈ સંકોચ નથી. વિરાટ કોહલી આ પહેલા પણ વોટર બોય બની ચૂક્યો છે.

વિરાટને 8માંથી 5 વન-ડેમાં આરામ

વિરાટ કોહલીને છેલ્લી 8 વનડેમાંથી પાંચ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. નેપાળ સામેની મેચમાં વિરાટ કોહલીને બેટિંગ કરવાની તક મળી ન હતી. વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી અને ત્રીજી વનડે મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. આ સિવાય તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં પણ બેટિંગ કરી ન હતી. મતલબ, છેલ્લી 8 વન-ડેમાં વિરાટ કોહલી માત્ર 3 વખત જ બેટિંગ કરવા આવ્યો છે. હવે વિરાટ કોહલી વર્લ્ડ કપ પહેલા વધુ ચાર વનડે મેચ રમશે. જેમાં એશિયા કપની ફાઈનલ સિવાય ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીની ત્રણ મેચ સામેલ છે.

આ પણ વાંચો : IND vs BAN: તિલક વર્માને ડેબ્યૂ કરવાની તક મળી, રોહિત શર્માએ અડધી ટીમ બદલી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">