AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023 પાકિસ્તાનમાં યોજાશે ! તો ટીમ ઈન્ડિયા કેવી રીતે રમશે મેચ?

એશિયા કપના આયોજનને લઈને વિશ્વ ક્રિકેટની બે શક્તિઓ અને બે પાડોશી દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો વિવાદ તેના અંત સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. જેના પર બંને દેશોના ક્રિકેટ બોર્ડ સહમત હોવાનું જણાય છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયા કપ 2023 ODI ટૂર્નામેન્ટની યજમાની કરશે.

Asia Cup 2023 પાકિસ્તાનમાં યોજાશે ! તો ટીમ ઈન્ડિયા કેવી રીતે રમશે મેચ?
Asia cup 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 10:35 PM
Share

WPL 2023 અને IPL 2023 ના ઉત્સાહ વચ્ચે એશિયા કપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લા લગભગ 6 મહિનાથી ચાલી રહેલ ખેંચતાણ નિરાકરણની આરે પહોંચતી હોય તેમ લાગી રહ્યું છે. એશિયા કપના આયોજનને લઈને વિશ્વ ક્રિકેટની બે શક્તિઓ અને બે પાડોશી દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો વિવાદ તેના અંત સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. જેના પર બંને દેશોના ક્રિકેટ બોર્ડ સહમત હોવાનું જણાય છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયા કપ 2023 ODI ટૂર્નામેન્ટની યજમાની કરશે. ફરક માત્ર એટલો હશે કે ભારતની મેચ પાકિસ્તાનમાં નહીં રમાય.

ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા યોજાનારી આ ટૂર્નામેન્ટ એશિયા કપને લઈને ગયા વર્ષે ઓક્ટોબરથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વખતે એશિયન ક્રિકેટ કાઉન્સિલની ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો, જેના પછી ટૂર્નામેન્ટના આયોજનને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

પાકિસ્તાનની સાથે સાથે કોણ હોઈ શકે છે  મેજબાન દેશ ?

મળતી માહિતી અનુસાર, બંને બોર્ડ વચ્ચે ટૂર્નામેન્ટ માટે વચ્ચેના માર્ગ પર સમજૂતી થઈ હોય તેમ લાગી રહ્યું છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં જ ટૂર્નામેન્ટનું આયોજન કરવું શક્ય જણાય છે.  કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને BCCI વચ્ચે ટુર્નામેન્ટને બે અલગ-અલગ સ્થળોએ આયોજિત કરવા માટે સહમતિ થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની મેચ પાકિસ્તાનને બદલે અન્ય કોઈ દેશમાં યોજવામાં આવશે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એશિયા કપ પર સંઘર્ષની સ્થિતિને સમાપ્ત કરવા માટે ACCના તમામ સભ્યો આ પ્રસ્તાવ પર સૈદ્ધાંતિક રીતે સહમત થયા છે. ગયા અઠવાડિયે ICC બોર્ડની બેઠકની સમયે દુબઈમાં ACC સભ્યોની બેઠકમાં આ અંગે સહમતિ બની હતી. જો કે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ઉકેલના આ માર્ગને સંપૂર્ણ રીતે સાચો બનાવવા માટે, એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે, જે તમામ ટીમોની સંમતિને ધ્યાનમાં રાખીને મુસાફરી યોજના અને લોજિસ્ટિક્સની વ્યવસ્થાઓનું ધ્યાન રાખશે.

એશિયા કપ 2023નું ફોર્મેટ કેવું હશે ?

  • ટુર્નામેન્ટના ફોર્મેટ હેઠળ આ વખતે પણ 6 ટીમો ભાગ લેશે, જેને 3-3ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
  • ભારત અને પાકિસ્તાન ફરી એકસાથે એક ગ્રુપમાં છે
  • બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે.
  • બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સુપર-4 રાઉન્ડમાં પહોંચશે, જ્યાં તમામ ટીમો એકબીજા સાથે ટકરાશે.
  • ત્યારબાદ બે ટીમો ફાઇનલમાં પહોંચશે. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 3 મેચો થઈ શકે છે.
  • ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે, જેમાં ઓછામાં ઓછી 5 મેચો (તમામ ભારતની) પાકિસ્તાનની બહાર રમાશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">