Asia Cup 2022: વિરાટ કોહલીને જોઈ પોતાને રોકી ના શક્યો બાબર આઝમ, ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓનો આમનો-સામનો થયો-Video

|

Aug 25, 2022 | 8:41 AM

ભારત અને પાકિસ્તાન (India Vs Paistan) ની ટીમ 28 ઓગસ્ટે એશિયા કપ (Asia Cup 2022) માં એકબીજા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, પરંતુ તે પહેલા બુધવારે બંને ખેલાડીઓ મેદાનમાં સામસામે આવી ગયા હતા.

Asia Cup 2022: વિરાટ કોહલીને જોઈ પોતાને રોકી ના શક્યો બાબર આઝમ, ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓનો આમનો-સામનો થયો-Video
Virat Kohli અને Babar Azam એકબીજાને મળ્યા

Follow us on

એશિયા કપ 2022 માં ભારત અને પાકિસ્તાનની ટીમ 28 ઓગસ્ટે આમને સામને થશે. દરેક લોકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો UAE પણ પહોંચી ગઈ છે. ભારત અને પાકિસ્તાન (India Vs Paistan) ના ખેલાડીઓએ પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, જેનો વીડિયો BCCI એ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જ્યાં બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળતા જોવા મળ્યા હતા. ખાસ કરીને બાબર આઝમ (Babar Azam) અને વિરાટ કોહલી (Virat Kohli). દરેકને બંને સ્ટાર્સની તસવીરો પણ ખૂબ પસંદ છે.

બાબર-કોહલી જોશીલા અંદાજમાં મળ્યા

ભારત-પાકિસ્તાન મેચમાં તમામની નજર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર ટકેલી છે. ઘણીવાર બંને ખેલાડીઓની સરખામણી કરવામાં આવે છે. જ્યાં કોહલી અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. બીજી તરફ બાબર અત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. બુધવારે બંને ટીમોએ મેદાન પર જોરદાર પ્રેક્ટિસ કરી હતી. કોહલી અને બાબર પ્રેક્ટિસ સેશનમાં મળ્યા હતા. ભારતીય સ્ટારને જોઈને પાકિસ્તાની કેપ્ટન પોતાની જાતને રોકી ન શક્યો અને તેને ઉષ્માભર્યો મળ્યો. બંને ખેલાડીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

ટીમ ઈન્ડિયા હારનો હિસાબ બરાબર કરવા ઉતરશે

ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે હાર બાદ ભારતીય ટીમ પ્રથમ વખત આમને-સામને જઈ રહી છે. તે સમયે ભારતીય ટીમની કમાન વિરાટ કોહલીના હાથમાં હતી, પરંતુ આ વખતે રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે અને ટીમનો પ્રયાસ અગાઉની હારની બરાબરી કરવા પર છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન બંનેએ થોડો સમય વાત પણ કરી હતી.

અફઘાન ટીમ સાથે પણ વિતાવ્યો સમય

આ દરમિયાન ભારતીય ખેલાડીઓ અફઘાનિસ્તાન ટીમને પણ મળ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યાએ રાશિદ ખાન સહિત અફઘાન ખેલાડીઓ સાથે લાંબો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન વીવીએસ લક્ષ્મણ પણ રાહુલ દ્રવિડની જવાબદારી સંભાળતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં રાહુલ દ્રવિડ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે અને તે ટીમ સાથે UAE જઈ શક્યો નથી. વીવીએસ લક્ષ્મણને હંગામી કોચ બનાવવામાં આવ્યા છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ દ્રવિડ ટીમ સાથે જોડાશે.

Published On - 8:27 am, Thu, 25 August 22

Next Article