ગૌતમ ગંભીરના આવતાની સાથે જ ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ઓલરાઉન્ડરની ODI કરિયર ખતમ?

|

Jul 19, 2024 | 4:20 PM

શ્રીલંકા પ્રવાસ માટે, BCCIએ ODI અને T20 શ્રેણી માટે અલગ-અલગ ટીમોની પસંદગી કરી છે. આ સમયગાળા દરમિયાન પસંદગીકારોએ ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. ટીમના એક સ્ટાર ખેલાડીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જે બાદ હવે લાગી રહ્યું છે કે આ ખેલાડીની વનડે કારકિર્દી હવે ખતમ થઈ ગઈ છે.

ગૌતમ ગંભીરના આવતાની સાથે જ ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ઓલરાઉન્ડરની ODI કરિયર ખતમ?
Team India

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 27 જુલાઈથી શરૂ થનારા શ્રીલંકા પ્રવાસ માટે પણ ટીમની જાહેરાત કરી છે. ગૌતમ ગંભીર આ પ્રવાસથી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ શરૂ કરશે. આ પ્રવાસમાં બંને ટીમો વનડે અને T20 સિરીઝ રમવાની છે. બંને શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમોમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો જોવા મળ્યા છે. આ પ્રવાસમાં સિનિયર ખેલાડીઓની સાથે કેટલાક જુનિયર ખેલાડીઓનું સંયોજન જોવા મળશે. પરંતુ એક સ્ટાર ખેલાડીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

રવીન્દ્ર જાડેજા ODI ટીમમાંથી ગાયબ

રોહિત શર્મા શ્રીલંકા સામે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. સાથે જ વિરાટ કોહલી પણ 7 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે સિરીઝ રમવા જશે. મતલબ કે આ શ્રેણી માટે ટીમમાં સિનિયર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા આ ટીમમાંથી ગાયબ છે. એટલે કે તેને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં જગ્યા મળી નથી. માનવામાં આવી રહ્યું છે કે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ
આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ
સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 08-11-2024

 

તાજેતરમાં T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી

રવીન્દ્ર જાડેજા 2024 T20 વર્લ્ડ કપની વિજેતા ટીમનો ભાગ હતો. પરંતુ આ ટૂર્નામેન્ટ પછી તેણે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આવી સ્થિતિમાં તે હવે માત્ર વનડે અને ટેસ્ટમાં જ રમતા જોવા મળશે. પરંતુ જાડેજા આ પ્રવાસ માટે ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી જાડેજાના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. જ્યારે અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને ઓલરાઉન્ડર તરીકે આ પ્રવાસ માટે ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

જાડેજાની 15 વર્ષની T20I કારકિર્દી

જાડેજાએ 10 ફેબ્રુઆરી 2009ના રોજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ભારત માટે 74 T20 મેચ રમી હતી. આ મેચોમાં તેણે 515 રન બનાવ્યા અને 54 પોતાના નામે કર્યા. આ સિવાય તેણે ટીમ ઈન્ડિયા માટે 72 ટેસ્ટ અને 197 વનડે મેચ પણ રમી છે. તેણે ટેસ્ટમાં 3036 રન અને 294 વિકેટ લીધી છે. બીજી તરફ વનડેમાં તેના નામે 2756 અને 220 વિકેટ છે.

આ પણ વાંચો: IND vs SL: કેપ્ટન બન્યા બાદ પણ સૂર્યકુમાર યાદવ હારી ગયો, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે લીધો ચોંકાવનારો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:19 pm, Fri, 19 July 24

Next Article