
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના ઘરે ટુંક સમયમાં શરણાઈ વાગશે. તેનો દીકરો અર્જુન તેંડુલકર સાનિયા ચંડોક સાથે લગ્નના બંધનમાં બંધાશે. રિપોર્ટ અનુસાર આ જોડી માર્ચ 2026માં લગ્ન કરી શકે છે. ઓગસ્ટ 2025માં જ્યારે તેમણે ખૂબ જ ખાનગી સગાઈ સમારોહનું આયોજન કર્યું જેમાં ફક્ત પરિવારના સભ્યો અને થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા.મીડિયા રિપોર્ટ મુજબ અર્જુન અને સાનિયા ચંડોકના લગ્નની તારીખ 5 માર્ચ 2026 નક્કી થઈ છે. 3 માર્ચથી લગ્નની રસમના કાર્યક્રમ શરુ થશે.
સાનિયા એક સફળ ઉદ્યોગસાહસિક છે. તે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. સાનિયા પેટ કેર બ્રાન્ડની માલિક પણ છે અને લાંબા સમયથી તેંડુલકર પરિવારની નજીક છે. રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે, લગ્નનું સેલિબ્રેશન મુંબઈમાં થશે. જ્યાં એક પ્રાઈવેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરિવારના સભ્યો તેજમ ક્રિકેટ જગતની હસ્તીઓ સામેલ થશે.
ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન, જેને તાજેતરમાં IPLમાં મુંબઈ ઇન્ડિયન્સથી લખનૌ સુપર જાયન્ટ્સમાં ટ્રેડ થયો છે, તે પણ તેની પર્સનલ લાઈફમાં નવી ઈનિગ્સ શરુ કરવા જઈ રહ્યો છે. અર્જુન તેંડુલકર ઘરેલું ક્રિકેટમાં ગોવાની ટીમમાંથી રમે છે. તેમણે પોતાના કરિયરની શરુઆત મુંબઈની સાથે કરી હતી. અત્યારસુધી 22 ફર્સ્ટ ક્લાસ મેચ , 23 લિસ્ટ એ મેચ અને 20 ટી20 મેચ રમી છે. તેમણે વર્ષ 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. તેમણે આઈપીએલમાં કુલ 5 મેચ રમી છે અને 3 વિકેટ લીધી છે.
ગત્ત વર્ષે તેને આઈપીએલમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. હવે તે આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટસની સાથે નવી ઈનિગ્સની શરુઆત કરશે.સાનિયાની શૈક્ષણિક સફર જોઈએ તો તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE) માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તાજેતરમાં વર્લ્ડવાઇડ વેટરનરી સર્વિસીસ (WVS) માંથી વેટરનરી ટેકનિશિયન ડિપ્લોમા પણ કર્યું છે.