ICC U-19 World Cup: ભારતના યુવા બેટ્સમેનોનુ તોફાન, તોડ્યો શિખર ધવનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ, ટીમ ઈન્ડિયાએ 400 પાર ખડક્યો સ્કોર

|

Jan 22, 2022 | 11:17 PM

આ બંને બેટ્સમેનોની શાનદાર બેટિંગના કારણે ભારતે યુગાન્ડા સામે 400નો આંકડો પાર કર્યો અને અંડર-19 વર્લ્ડ કપમાં પોતાનો બીજો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો.

ICC U-19 World Cup: ભારતના યુવા બેટ્સમેનોનુ તોફાન, તોડ્યો શિખર ધવનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ, ટીમ ઈન્ડિયાએ 400 પાર ખડક્યો સ્કોર
Raj Bawa અને Angkrish Raghuwanshi એ જાણે બેટ થી ધમાલ મચાવી દીધી

Follow us on

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા ICC U-19 વર્લ્ડ કપ (ICC U-19 World Cup) માં ભારતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ કોવિડ સામે લડી રહી છે અને તેનો કેપ્ટન યશ ઢૂલ પણ આ જ કારણોસર શનિવારે યુગાન્ડા સામેની મેચ રમી રહ્યો નથી. પરંતુ કેપ્ટનશિપનો અભાવ ટીમના બે શ્રેષ્ઠ યુવા ખેલાડીઓએ મંજૂર ન રાખ્યો અને શાનદાર ઇનિંગ્સ રમી. અંગક્રિશ રઘુવંશી (Angkrish Raghuwanshi) અને રાજ બાવા (Raj Bawa) એ શાનદાર સદી ફટકારીને ટીમને મોટો સ્કોર અપાવ્યો હતો. બંનેએ બેવડી સદીની ભાગીદારી કરીને ટીમને મજબૂત બનાવી છે અને ઘણા રન બનાવ્યા છે. આ બંનેની તોફાની ઇનિંગ્સના આધારે ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 405 રન બનાવ્યા છે. અંડર-19 વર્લ્ડ કપમાં આ ભારતનો અત્યાર સુધીનો બીજો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ભારતે 2004માં સ્કોટલેન્ડ સામે 425 રન બનાવ્યા હતા.

યુગાન્ડાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતીય બેટ્સમેનોએ આનો પૂરો ફાયદો ઉઠાવ્યો. હરનૂર સિંહ અને અંગક્રિશે ઇનિંગ્સની શરૂઆત કરી અને સારી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો. હરનૂર જોકે 15ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. 40 રનના કુલ સ્કોર પર તેની વિકેટ પડી હતી. તેના પછી આ મેચમાં ટીમનું સુકાન સંભાળી રહેલ નિશાંત સિંધુ પોતાની ઇનિંગ્સને 15 રનથી આગળ લઈ શક્યો નહોતો.

બાવા અને અંગક્રિશની ધમાલ

અહીંથી બાવા અને અંગક્રિશે વિકેટ પર પગ જમાવ્યો અને સતત રન બનાવતા રહ્યા. આયર્લેન્ડ સામે રમાયેલી છેલ્લી મેચમાં અંગક્રિશ સદી ફટકારવામાં ચૂકી ગયો હતો પરંતુ આ મેચમાં તેણે પાછલી મેચની હાર પૂરી કરી હતી. તેણે પોતાની સદી 93 બોલમાં પૂરી કરી હતી. આ વખતે અંગક્રિશ સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો પરંતુ તે 150 રન બનાવવાથી ચૂકી ગયો હતો. 144 રનના વ્યક્તિગત સ્કોર પર તેની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. પોતાની ઇનિંગમાં આ બેટ્સમેને 120 બોલનો સામનો કર્યો અને 22 ચોગ્ગા સાથે ચાર છગ્ગા ફટકાર્યા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

રાજે સંભાળી લીધી કમાન

અંગક્રિશ બાદ રાજે જવાબદારી લીધી અને ઝડપી રન બનાવ્યા. તેણે યુગાન્ડાના બોલરોના આકરા સમાચાર લીધા. રાજે 69 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાના 150 રન 102 બોલમાં પૂરા કર્યા. રાજે સિક્સર વડે આ સ્થાન હાંસલ કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં રાજનો આ પહેલો 50 પ્લસ સ્કોર છે. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 42 રન હતો.

રાજ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના બાળપણના કોચ સુખવિંદર સિંહ બાવાના પુત્ર છે. રાજે આ મેચમાં અણનમ 162 રનની ઇનિંગ રમી જેમાં તેણે 108 બોલનો સામનો કર્યો અને 14 ફોર અને 8 સિક્સર ફટકારી. આ સાથે રાજે શિખર ધવનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ ધવનના નામે હતો. ધવને 2004માં સ્કોટલેન્ડ સામે 155 રનની ઇનિંગ રમી હતી.

 

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરની કામધેનુ યુનિવર્સીટી કચ્છ-ભુજ ખસેડવાની હિલચાલથી સ્થાનિકોમાં રોષ, શરુ થયુ આંદોલન

 

આ પણ વાંચોઃ IPL 2022 પર જય શાહની મોટી જાહેરાત, BCCI સેક્રેટરીએ બતાવ્યુ ઇન્ડિયન પ્રિમીયર લીગની 15મી સિઝન ક્યારે શરૂ થશે?

 

Next Article