શ્રીલંકાથી 16 હજાર કિ.મી. દૂર સિરાજે એવું શું કર્યું, જે બાદ તેણે એશિયા કપની ફાઈનલમાં મચાવી તબાહી?
મોહમ્મદ સિરાજે એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતીય ટીમે 8મી વખત એશિયા કપ જીત્યો હતો અને ટાઈટલ મેચમાં સિરાજ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ધમાકેદાર પ્રદર્શન બાદ સિરાજની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. ત્યારે તેની ફિટનેસ અને તેના શાનદાર પ્રદર્શનનું શું રાઝ છે એ જાણવા ક્રિકેટ ફેન્સ ઉત્સુક છે. ત્યારે આ સવાલનો જવાબ તેને ખૂબ જ આપી દીધો છે.
મોહમ્મદ સિરાજ (Mohammed Siraj), આ નામ હાલ વિશ્વ ક્રિકેટમાં ચર્ચામાં છે. એશિયા કપની ફાઈનલમાં સિરાજે પોતાની ફાસ્ટ સ્વિંગ બોલિંગથી શ્રીલંકાને સરેન્ડર કરવા મજબૂર કરી દીધું હતું. શ્રીલંકા (Sri Lanka)ની ટીમ માત્ર 50 રનમાં સમેટાઈ ગઈ હતી અને સિરાજે 21 રનમાં 6 વિકેટ ઝડપી હતી. મોટી વાત એ છે કે સિરાજે એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી તરખાટ મચાવી દીધો હતો. હવે સવાલ એ છે કે સિરાજે આ કેવી રીતે કર્યું? સિરાજે કુલદીપ યાદવ (Kuldeep Yadav) સાથેની વાતચીતમાં તેનું રહસ્ય જણાવ્યું છે.
વેસ્ટ ઈન્ડિઝમાં કરી પ્રેક્ટિસ, શ્રીલંકામાં મચાવી તબાહી
મોહમ્મદ સિરાજે કુલદીપ યાદવ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેની ફેવરિટ વિકેટ દાસુન શનાકાની હતી, જેને તેણે બોલિંગ કરી હતી. સિરાજે આ બોલ ક્રિઝના ખૂણેથી ફેંક્યો હતો અને શનાકાએ તેને લેગ સાઈડ પર રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે છેલ્લી ક્ષણે બોલ સ્વિંગ થયો અને શનાકાના સ્ટમ્પ ઉડી ગયા. સિરાજે કહ્યું કે આ તેની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ વિકેટ છે અને તે શ્રીલંકાથી 16 હજાર કિમી દૂર વેસ્ટ ઈન્ડિઝમાં આ પ્રકારની બોલની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
7⃣-1⃣-2⃣1⃣-6⃣
It was a SPELL!
The many moods of a captivating Mohd. Siraj bowling display! #TeamIndia | #AsiaCup2023 | #INDvSL | @mdsirajofficial pic.twitter.com/1yCj5LxSsy
— BCCI (@BCCI) September 17, 2023
સિરાજની મહેનત રંગ લાવી
સિરાજે કહ્યું કે તે વેસ્ટ ઈન્ડિઝમાં એક એવો બોલિંગ સ્પેલ અને એક્શન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેમાં તે બેટ્સમેનને બતાવે કે બોલ તેની તરફ આવી રહ્યો છે પરંતુ છેલ્લી ક્ષણે બોલ બહાર આવીને તેની વિકેટને અથડાવ. તેણે શ્રીલંકા સામે ફાઈનલમાં આવી જ બોલિંગનો પ્રયાસ કર્યો અને પરિણામે દાસુન શનાકા બોલ્ડ થયો હતો. સિરાજનો આ બોલ એટલા માટે પણ ખાસ હતો કારણ કે તેના આધારે સિરાજે વનડે ક્રિકેટમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપી અને સાથે જ વનડે કારકિર્દીમાં કુલ પચાસ વિકેટ પણ પૂર્ણ કરી હતી.
એશિયા કપ ફાઈનલમાં પાંચથી વધુ વિકેટ ખાસ રહી
સિરાજે કહ્યું કે શ્રીલંકા સામે પ્રથમ પાંચ વિકેટ લેવી તેના માટે ખાસ છે. સિરાજે કહ્યું કે ગયા વર્ષે તે શ્રીલંકા સામે પાંચ વિકેટ લેવાની નજીક પહોંચી ગયો હતો. તેણે ત્રિવેન્દ્રમ વનડેમાં ચાર ઓવરમાં ચાર વિકેટ લીધી હતી. પરંતુ તે પછીની 6 ઓવરમાં એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.
Summing up Team India’s Asia Cup 2023 triumph with Kuldeep Yadav and Mohd. Siraj https://t.co/TPmVIjH6kv
— ANOOP DEV (@AnoopCricket) September 18, 2023
આ પણ વાંચો : Team India: રોહિત શર્માનો એક ફોન બદલશે વર્લ્ડ કપની ટીમ, શું છે કેપ્ટનનો આખો પ્લાન?
વર્લ્ડ કપ 2023માં સારું પ્રદર્શન કરવાની આશા
શાનદાર પ્રદર્શન બાદ સિરાજે કહ્યું કે આ નસીબની વાત છે. એશિયા કપની ફાઇનલમાં આવું પ્રદર્શન કરવું ખૂબ જ ખાસ છે. સિરાજને આશા છે કે તે વર્લ્ડ કપ 2023માં પણ આવું જ કંઈક કરવાનો પ્રયાસ કરશે. સ્વાભાવિક છે કે આ પ્રદર્શન પછી તેનો આત્મવિશ્વાસ ઉપર ગયો છે.