AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 વર્ષના પાકિસ્તાની ખેલાડીએ કંઈક એવું કર્યું છે કે ચીફ સિલેક્ટર ચોંકી જશે

પાકિસ્તાનની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટમાં એક બોલરે હેટ્રિક લીધી છે. આ બોલરના આંકડા જોવા જેવા છે. આ જમણા હાથના બોલરે જે રીતે બોલિંગ કરી છે તેના આંકડા ચીફ સિલેક્ટર વહાબ રિયાઝનું ધ્યાન ખેંચી શકે છે અને આ ખેલાડીનું નસીબ પણ ચમકી શકે છે. જલ્દી તેને પાકિસ્તાનની નેશનલ ટીમમાં સામેલ કરવામાં આવે તો નવાઈ નહીં.

28 વર્ષના પાકિસ્તાની ખેલાડીએ કંઈક એવું કર્યું છે કે ચીફ સિલેક્ટર ચોંકી જશે
Nisar Ahmed
| Updated on: Dec 05, 2023 | 8:06 AM
Share

ODI વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા બદલાવ થયા છે. સમગ્ર કોચિંગ સ્ટાફની સાથે નવી પસંદગી સમિતિની રચના કરવામાં આવી છે. વહાબ રિયાઝની આગેવાનીમાં પસંદગી સમિતિ હવે નવી ટીમ તૈયાર કરવા પર નજર રાખી રહી છે અને આ સંદર્ભમાં તમામનું ધ્યાન T20 નેશનલ કપ પર છે. આ ટુર્નામેન્ટમાં 28 વર્ષના એક ખેલાડીએ કંઈક એવું કર્યું છે કે વહાબ તેના પર ચોક્કસ ધ્યાન આપશે. આ ખેલાડી છે નિસાર અહેમદ જેણે ટૂર્નામેન્ટમાં હેટ્રિક લીધી છે.

લાહોર બ્લૂઝે રાવલપિંડીને હરાવ્યું

નેશનલ T20 કપમાં સોમવારે લાહોર બ્લૂઝનો સામનો રાવલપિંડીમાં થયો હતો. લાહોરે આ મેચ આસાનીથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા લાહોરે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. જવાબમાં રાવલપિંડીની ટીમ 102 રનમાં સમેટાઈ ગઈ હતી.

નિસાર અહેમદની હેટ્રિક

નિસારે રાવલપિંડીને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 18મી ઓવરમાં જ રાવલપિંડીની ઈનિંગનો અંત લાવ્યો હતો. નિસારે આ ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર વિકેટ લઈ હેટ્રિક લીધી હતી. નિસારે પહેલા શાનદાર યોર્કર વડે ઝમાન ખાનને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ પછી, તેણે આગલા બોલ પર કાસિફ અલીને પણ એલબીડબ્લ્યુ આઉટ કર્યો. મોહમ્મદ અનવર ચોથા બોલ પર બોલ્ડ થયો અને આ સાથે નિસારે તેની હેટ્રિક પૂરી કરી, રાવલપિંડીની ઈનિંગ 102 રનમાં સમાપ્ત થઈ અને લાહોરને 64 રનના વિશાળ માર્જિનથી વિજય અપાવ્યો.

પસંદગી સમિતિની નજરમાં રહેશે નિસાર

નિસારે કુલ 2.4 ઓવરમાં પાંચ રન આપ્યા અને પાંચ વિકેટ લીધી. તેના આ આંકડા ચોક્કસપણે પસંદગી સમિતિના સભ્યોએ જોયા હશે. નિસારે હજુ સુધી પાકિસ્તાન માટે એક પણ મેચ રમી નથી, પરંતુ તાજેતરમાં જ હરિસ રઉફે ટેસ્ટ રમવાનો ઈનકાર કર્યા બાદ કમિટી તેના વિકલ્પો પર વિચાર કરશે અને આવી સ્થિતિમાં નિસારનું નસીબ ચમકે અને તેણે ટેસ્ટ ટીમમાં સ્થાન મળે તો નવાઈ નહીં.

આ પણ વાંચો: નીરજ ચોપરાની જસપ્રીત બુમરાહને સલાહ, આમ કરવાથી બોલિંગમાં ઝડપ વધશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">