Gautam Gambhir Dinner : ગૌતમ ગંભીરના ઘરે ડિનર પાર્ટીમાં વ્હાઈટ ટી શર્ટ પહેરી ટીમ ઈન્ડિયા પહોંચી,જુઓ વીડિયો

Gautam Gambhir Dinner Party : ગૌતમ ગંભીરના ઘરે 8 ઓક્ટોબરના રોજ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ડિનર પાર્ટીમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ પહોંચ્યા હતા. આ દરમિયાન ખેલાડીઓ અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

Gautam Gambhir Dinner : ગૌતમ ગંભીરના ઘરે ડિનર પાર્ટીમાં વ્હાઈટ ટી શર્ટ પહેરી ટીમ ઈન્ડિયા પહોંચી,જુઓ વીડિયો
| Updated on: Oct 09, 2025 | 10:23 AM

વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 10 ઓક્ટોબરના રોજ રમાનારી સીરિઝની બીજી અને છેલ્લી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગૌતમ ગંભીરના ઘરે પાર્ટીમાં પહોંચ્યા હતા. બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાશે. જ્યાં ગૌતમ ગંભીરનું ઘર પણ છે. ત્યારે કોચે ટીમ ઈન્ડિયા માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતુ. હેડ કોચના ઘરે ટીમ ઈન્ડિયાની આ ડિનર પાર્ટી 8 ઓક્ટોબરના રોજ હતી. જેમાં તમામ ખેલાડીઓ રાત્રે 8 કલાકે ગૌતમ ગંભીરના ઘરે ડિનર માટે પહોંચ્યા હતા.

હર્ષિત રાણાએ કરી અલગ એન્ટ્રી

હર્ષિત રાણાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી કરવા માટે અનેક સવાલો પણ ઉઠ્યા હતા. ત્યારે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હોવા છતાં હર્ષિત રાણા પણ ગૌતમ ગંભીરના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો હતો. ભારતીય ટીમના હેડ કોચના ઘરે હર્ષિત રાણાની એન્ટ્રી અલગ જ અંદાજમાં જોવા મળી હતી.

 

 

પ્રાઈવેટ કાર લઈ ડિનર પાર્ટીમાં પહોંચ્યો ખેલાડી

ભારતના અન્ય ખેલાડીઓ બસથી ગૌતમ ગંભીરના ઘરે પહોંચ્યા હતા. તેમજ હર્ષિત રાણાની એન્ટ્રી અલગ પ્રાઈવેટ કારમાં થઈ હતી. તે પોતાની કારથી ગૌતમ ગંભીરના ઘરે ડિનર કરવા પહોંચ્યા હતા. હર્ષિત રાણા ભલે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હોય પરંતુ તેનું ઘર પણ ગંભીરની જેમ દિલ્હીમાં જ છે. ગંભીર તેને આમંત્રણ કરવાનું એક કારણ આ પણ હોય શકે છે.

 

 

ગૌતમ ગંભીરના ઘરે કોણ કોણ પહોંચ્યું?

ગૌતમ ગંભીરના ઘરે ડિનર પાર્ટીમાં બસમાં ભારતીય ખેલાડીઓ સિવાય તેનો સપોર્ટ સ્ટાફ પણ પહોંચ્યો હતો. તમામ ખેલાડીઓ ટીમની બસથી ઉતરી ગંભીરના ઘરે જતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન મોટાભાગના ખેલાડીઓએ વ્હાઈટ ટી શર્ટ પહેર્યું હતુ. શુભમન ગિલની ટી શર્ટનો રંગ થોડો અલગ હતો.

ભારતીય ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સિવાય બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ ગંભીરના ઘરે ડિનર કરવા પહોંચ્યા હતા.

 

 

 

ટીમ સાથે દુબઈ થી અમદાવાદ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો કોચ ગૌતમ ગંભીર, આવો છે પરિવાર અહી ક્લિક કરો