Akshar Patel: કોરોના સંક્રમિત થઇ સ્વસ્થ થયેલા અક્ષર પટેલે કહ્યો અનુભવ, એકલતાને કેવી રીતે આપી ટક્કર

|

May 27, 2021 | 12:16 PM

અક્ષર પટેલ (Axar Patel) માટે કોરોના સંક્રમણ સિવાચ તમામ રીતે વર્ષ 2021 સારુ રહ્યુ છે. તેને ટીમ ઇન્ડીયા (Team India) વતી ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો. અક્ષર પટેલ કોરોના વાયરસ (Corona Virus) સંક્રમિત થયો હતો તેણે IPL 2021 થી શરુઆતમાં દુર રહેવુ પડ્યુ હતુ.

Akshar Patel: કોરોના સંક્રમિત થઇ સ્વસ્થ થયેલા અક્ષર પટેલે કહ્યો અનુભવ, એકલતાને કેવી રીતે આપી ટક્કર
Akshar Patel

Follow us on

અક્ષર પટેલ (Akshar Patel) માટે કોરોના સંક્રમણ સિવાચ તમામ રીતે વર્ષ 2021 સારુ રહ્યુ છે. તેને ટીમ ઇન્ડીયા (Team India) વતી ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો. અક્ષર પટેલ કોરોના વાયરસ (Corona Virus) સંક્રમિત થયો હતો તેણે IPL 2021 થી શરુઆતમાં દુર રહેવુ પડ્યુ હતુ.

તેણે બે સપ્તાહ સુધી આરામ કરવો પડ્યો હતો. હવે તે ઇંગ્લેંડ પ્રવાસે જવા માટે હાલમાં બાયોબબલમાં ક્વોરન્ટાઇન હેઠળ છે. અક્ષર પટેલે તેના કોરોનાને લઇને અનુભવને શેર કર્યા હતા. ડાબોડી ફિરકી બોલર અક્ષર પટેલે કહ્યુ કે , શરુ શરુમાં તો તે વધારે કંઇ વિચારી નહોતો રહ્યો. પરંતુ 15 દિવસ બાદ નેગેટિવ રિપોર્ટ આવવા થી પરેશાન થઇ ગયો હતો. જોકે તેને આ બિમારી ને લઇને કોઇ જ લક્ષણ નહોતા અને તે વર્કઆઉટ કરી રહ્યો હતો.

તેણે કહ્યુ કે, મને સવારે પાંચ વાગ્યે કોલ આવ્યો હતો કે, મારો ટેસ્ટ પોઝિટિવ છે. જોકે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ઇચ્છતુ હતુ કે, બીજો ટેસ્ટ કરવામાં આવે જેથી કોઇ સમસ્યા ના રહે. મારો બીજો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જોકે મને તેનાથી કોઇ ડર નહોતો, મે જાતને પૂછ્યુ બધુ બરાબર હતુ. મારી બોલીંગમાં રિધમ હતી અને મારી પાસે આઇપીએલ પહેલા 15 દિવસ હતા જેથી વધારે વિચારતો નહોતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જોકે 15 દિવસ બાદ પણ રિપોર્ટ નેગેટીવ નહી આવતા હું પરેશાન થઇ હતો. મારા માં કોઇ જ લક્ષણ નહોતા. એક દિવસ માટે મને માથુ દુખ્યુ હતુ. હું મારુ વર્કઆઉટ અને મેડિટેશન કરી રહ્યો હતો. તેણે કહ્યુ સૌથી મોટી મુશ્કેલી એકલતાની હતી.

કહી દીધુ હતુ કે, મારી સાથે કેવી કેવી વાતો કરવાની

તેણે વાત કરતા કહ્યુ હતુ કે, જ્યારે લોકો આ અંગે પુછતા હોય છે, તો મુશ્કેલી વધી જાય છે. તેણે કહ્યુ, એક તો એકલા રહેતા હોય અને કોઇ પણ વાત કરવા માટે નથી હોતુ. બધુ જ એકલતામાં પસાર કરવા પર નિર્ભર હોય છે. સાથે જ એ પણ નિર્ભર છે કે, તમે મિત્રો અને પરિવારજનો સાથે કેવી રીતે વાત કરો છો. મેં કહી રાખ્યુ હતુ કે, કોઇ એમ નહી પુછે કે સમય કેવી રીતે પસાર થઇ રહ્યો છે તેમ જ મને કેમ લાગી રહ્યુ છે.

કેવી રીતે સમય પસાર કરતો હતો

કહ્યુ કે, મે કહી રાખ્યુ હતુ કોરોના દર્દી ને કેવુ લાગે છે, કેવી રીતે થયુ આ બધુ ખૂબ ઇરીટેટીંગ હોય છે. પડકાર એકલતાને દુર રાખવાની હોય છે. આઇપીએલ ટીમનાં સાથી દરેક બીજા દીવસે ફોન કરતા હતા. અલગ અલગ વાતો કરતા રહેતા હતા. હું ફિલ્મો અને શો જોયા કરતો હતો. બબલ અંગે પણ કહ્યુ હતુ કે, તે મુશ્કેલ હોય છે. ક્રિકેટ પર ફોકસ રાખવુ પડે છે. ગુસ્સો પણ આવતો હોય છે, જોકે બહુ જલદી બધુ બદલાશે.

Next Article