IND VS NZ: અશ્વિને મુંબઇ ટેસ્ટ બાદ એક ખાસ ‘સન્માન’ અપાવ્યુ એજાઝ પટેલને, એક અપીલ પર મળ્યુ આ મોટું ઇનામ

|

Dec 06, 2021 | 10:44 PM

એજાઝ પટેલે (Ajaz Patel) મુંબઈ ટેસ્ટમાં 14 વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં તમામ 10 વિકેટો પડી ગઈ હતી

IND VS NZ: અશ્વિને મુંબઇ ટેસ્ટ બાદ એક ખાસ સન્માન અપાવ્યુ એજાઝ પટેલને, એક અપીલ પર મળ્યુ આ મોટું ઇનામ
Ashwin-Ajaz Patel

Follow us on

ન્યુઝીલેન્ડ ( New Zealand Cricket Team) નો ડાબોડી સ્પિનર ​​એજાઝ પટેલ (Ajaz Patel) હાલમાં વિશ્વ પર છવાયેલો છે. ભલે ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) મુંબઈ ટેસ્ટ જીતી ગઈ હોય, પરંતુ ચર્ચાઓ માત્ર એજાઝના કારનામાની છે. એજાઝ પટેલે મુંબઈ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઈનિંગની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો અને મેચમાં કુલ 14 વિકેટો લીધી હતી. એજાઝ પટેલની ટીમનો પરાજય ચોક્કસ થયો પરંતુ તેની બોલિંગે ભારતીય ટીમ (Team India) નું પણ દિલ જીતી લીધું.

ખાસ કરીને ભારતીય સ્પિનર ​​આર અશ્વિન (R Ashwin) તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. અશ્વિનને મુંબઈ ટેસ્ટ બાદ એજાઝ પટેલનું વિશેષ સન્માન પણ મળ્યું હતું. હકીકતમાં, મુંબઈ ટેસ્ટ સમાપ્ત થયા બાદ અશ્વિને ટ્વિટર પર અપીલ કરી હતી અને કહ્યું હતું કે એજાઝ પટેલને બ્લુ ટિક સાઈન કરાવવી જોઈએ. અશ્વિનના ટ્વીટના થોડા કલાકો બાદ એજાઝ પટેલને ટ્વિટર દ્વારા વેરિફાઈડનું બ્લુ ટિક સાઈન આપવામાં આવ્યું હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અશ્વિને પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને ટ્વિટરનો આભાર પણ માન્યો હતો. તમને જણાવી દઈએ કે મુંબઈ ટેસ્ટ પહેલા એજાઝ પટેલના માત્ર 3 હજાર ફોલોઅર્સ હતા, પરંતુ ઐતિહાસિક પ્રદર્શન બાદ હવે આ બોલરના ફોલોઅર્સની સંખ્યા 17 હજારને પાર થઈ ગઈ છે.

 

 

એજાઝને ટીમ ઈન્ડિયા તરફથી સન્માન મળ્યું

મુંબઈ ટેસ્ટ બાદ એજાઝ પટેલને ટીમ ઈન્ડિયા તરફથી એક ખાસ ભેટ મળી છે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ એજાઝ પટેલને જર્સી આપી હતી જેમાં દરેકના ઓટોગ્રાફ હતા. એજાઝ પટેલ ભારતીય મૂળનો ખેલાડી છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. જ્યારે તે 8 વર્ષનો હતો, ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો અને ત્યાં જ તેણે ક્રિકેટની કુશળતા શીખી હતી.

એજાઝ પટેલ હંમેશા વાનખેડે પર મેચ રમવા અને નસીબનો ખેલ જોવા માંગતા હતા, આ મેદાન પરની પોતાની પ્રથમ મેચમાં એજાઝે ઇનિંગ્સમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. એજાઝ આ સિદ્ધિ મેળવનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બોલર છે. જિમ લેકરે પ્રથમ ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી હતી. આ પછી અનિલ કુંબલેએ પાકિસ્તાન વિરૂદ્ધ ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી.

એજાઝે 10 વિકેટ લેતાની સાથે જ અનિલ કુંબલેએ પોતે એક વીડિયો મેસેજ દ્વારા તેને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ પણ એજાઝ પટેલને અભિનંદન આપવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા.

 

આ પણ વાંચોઃ IND vs NZ: ટીમ ઇન્ડિયાએ સૌથી મોટી જીતનો 6 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, 8 વર્ષમાં ઘર આંગણે સતત 14 મી ટેસ્ટ શ્રેણી જીતી

 

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલીને 2 વર્ષ થી શતક નહી બનાવી શકવાને લઇને પૂછ્યો સવાલ તો… આપ્યો લાંબો લચક જવાબ !

Published On - 10:41 pm, Mon, 6 December 21

Next Article