IND vs NZ: ટીમ ઇન્ડિયાએ સૌથી મોટી જીતનો 6 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, 8 વર્ષમાં ઘર આંગણે સતત 14 મી ટેસ્ટ શ્રેણી જીતી

ભારતે (Team India) ન્યુઝીલેન્ડને હરાવીને ન માત્ર સીરીઝ પર કબજો કર્યો પરંતુ કેટલાક રેકોર્ડ પણ તોડ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 11:36 AM
ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ન માત્ર સીરીઝ પર કબજો કર્યો પરંતુ કેટલાક રેકોર્ડ પણ તોડ્યા છે. આમાં તેની સૌથી મોટી જીતનો રેકોર્ડ નોંધાયો હતો, જ્યારે આ સાથે જ તેના દ્વારા હોમ ગ્રાઉન્ડ પર છેલ્લા 8 વર્ષથી તેનું શાસન અકબંધ રહ્યું હતું.

1 / 6
મુંબઈ ટેસ્ટમાં ભારતે ન્યુઝીલેન્ડને 372 રને હરાવ્યું. રનના હિસાબે ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા રનના મામલે ભારતની સૌથી મોટી જીતનો રેકોર્ડ સાઉથ આફ્રિકા સામે હતો.

2 / 6
2015માં ભારતે દક્ષિણ આફ્રિકા સામે દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચ 337 રને જીતી હતી. પરંતુ આજે 6 વર્ષ બાદ રનના માર્જીનથી જીતનો આ મોટો રેકોર્ડ આજે તૂટ્યો છે.

3 / 6
ન્યુઝીલેન્ડ સામે જીતેલી ટેસ્ટ શ્રેણી એ ભારતીય ટીમની ઘરઆંગણે સતત 14મી ટેસ્ટ શ્રેણી જીત છે. વર્ષ 2013થી લઈને અત્યાર સુધીના પ્રવાસમાં ભારતે આ તમામ જીત હાંસલ કરી છે. ભારતે 2013થી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી.

4 / 6
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચ એક વિકેટ માટે ભારતે જીતની નજીક આવીને ચૂકી હતી.

5 / 6
મુંબઇ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે આપેલો વિશાળ પડકાર કિવી ટીમ માટે અશક્ય હતો. પ્રથમ દાવમાં કિવી બેટ્સમેનોને અશ્વિન અને સિરાજની જોડીએ 62 રનમાં જ પેવેલિયન મોકલી દેતા જ ભારતીય ટીમની જીત નિશ્વિત દેખાઇ રહી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">