જિયો સિનેમા એપ પર ફ્રીમાં જોવા મળશે આઈપીએલ મેચ, ગુજરાતીમાં સાંભળવા મળશે કોમેન્ટ્રી

|

Mar 20, 2024 | 3:53 PM

આઈપીએલ 2024 માટે જિયો સિનેમાએ પોતાની કોમેન્ટ્રી ટીમની જાહેરાત કરી દીધી છે. તમને અનેક ભાષામાં કોમેન્ટ્રી સાંભળવા પણ મળશે. આ વખતે વીરેન્દ્ર સહેવાગ હરિયાણી અંદાજમાં કોમેન્ટ્રી કરશે. તો જુઓ ગુજરાતીમાં કોણ કરશે કોમેન્ટ્રી

જિયો સિનેમા એપ પર ફ્રીમાં જોવા મળશે આઈપીએલ મેચ, ગુજરાતીમાં સાંભળવા મળશે કોમેન્ટ્રી

Follow us on

આઈપીએલ શરુ થવામાં હવે ખુબ ઓછો સમય વધ્યો છે. આ વચ્ચે ટૂર્નામેન્ટની ઓફિશિયલ ડિજીટલ સ્ટ્રીમિંગ પાર્ટનર જિયો સિનેમાએ પોતાની કોમેન્ટ્રી ટીમની જાહેરાત કરી દીધી છે. આ વખતે હરિયાણીમાં પણ કોમેન્ટ્રી સાંભળવા મળશે. વીરેન્દ્ર સહેવાગ હરિયાણીમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે. પૂર્વ ક્રિકેટર અજય જાડેજા ગુજરાતીમાં કોમેન્ટ્રીમાં ડેબ્યુ કરનાર છે, જિયો સિનેમા પર હિન્દી અને અંગ્રેજી સહિત કુલ12 ભાષામાં કોમેન્ટ્રી સાંભળવા મળશે.

હરિયાણી ભાષાનું કોમેન્ટ્રીમાં ડેબ્યું

જેમાં અંગ્રેજી સિવાય હિન્દી તેમજ મરાઠી, ગુજરાતી, ભોજપુરી, પંજાબી, બંગાળી, તમિલ,તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષા પણ સામેલ છે. જ્યારે આ વખત હરિયાણી ભાષાનું કોમેન્ટ્રીમાં ડેબ્યું છે.લોકસભાની ચૂંટણીને લઈ બીસીસીઆઈએ હજુ 21 મેચનું જ શેડ્યુલ જાહેર કર્યું છે. આ વચ્ચે કોમેન્ટ્રી પેનલની પણ જાહેરાત કરી દીધી છે. જેમાં અંગ્રેજી અને હિન્દી કોમેન્ટ્રી માટે અનેક દિગ્ગજોને જવાબદારી સોંપી છ. આ લિસ્ટમાં ભારતીય ખેલાડીઓ સિવાય વિદેશી દિગ્ગજોના નામ સામેલ છે.

22 માર્ચથી ટૂર્નામેન્ટની 17મી સીઝન શરુ

આઈપીએલ શરુ થવાને માત્ર હવે 2 દિવસનો સમય બાકી છે. 22 માર્ચથી ટૂર્નામેન્ટની 17મી સીઝન શરુ થશે, પહેલી મેચ ગત્ત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે. જેમાં સુનીલ ગાવસ્કર અને હરભજન સિંહ જેવા દિગ્ગજોના નામ સામેલ છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

આ વખતે કોમેન્ટ્રી બોક્સમાં નવજોત સિંહ સિદ્ધુની વાપસી થઈ છે

નવજોત સિંહ સિદ્ધુ આ પહેલા 1999થી લઈ 2014 સુધી કોમેન્ટ્રી કરતા હતા. તેમણે કહ્યું મે ક્રિકેટ છોડ્યા બાદ કોમેન્ટ્રી અપનાવી હતી. સિદ્ધુએ કહ્યું એક આખી ટુર્નામેન્ટ માટે 60 થી 70 લાખ રુપિયા લે છે ત્યારબાદ આઈપીએલમાં દરેક મેચ માટે 25 લાખ રુપિયા લઈ રહ્યો હતો. પૈસાથી સંતુષ્ટિ ન હતી પરંતુ સંતુષ્ટિ એ વાતને લઈ હતી કે, સમય પસાર થશે.

આપણે આઈપીએલમાં ગુજરાતી કોમેન્ટ્રીની વાત કરીએ તો ગુજરાતીમાં અજય જાડેજા, મનપ્રીત જુનેજા, રાકેશ પટેલ, ભાર્ગવ ભટ્ટ, શેલ્ડન જૈકસન, અતુલ બેડાડે, આરજે અસીમ, તો આ વખતે હરિયાણી અને ભોજપુરીની કોમેન્ટ્રી લોકોને પેટ પકડીને હસાવશે.

આ પણ વાંચો : શરમ આવે છે પ્લીઝ મને આ નામથી બોલાવવાનું બંધ કરો : વિરાટ કોહલી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article