Video: IPL ફાઈનલ જીત્યા બાદ દોડીને નતાશા પતિને ગળે વળગી, હાર્દિકે ભાવુક પત્નીને જોરથી આપી ‘ઝપ્પી’

|

May 30, 2022 | 3:03 PM

IPL 2022 : રવિવાર, 29 મેના રોજ IPL 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના ઓલરાઉન્ડર પ્રદર્શનના આધારે જીત મેળવી હતી. બોલિંગ કરતી વખતે તેણે પ્રથમ 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી અને પછી બેટિંગમાં 34 રન બનાવ્યા.

Video: IPL ફાઈનલ જીત્યા બાદ દોડીને નતાશા પતિને ગળે વળગી, હાર્દિકે ભાવુક પત્નીને જોરથી આપી ઝપ્પી
Hardik Pandya and wife Natasha (PC: IPLt20.com)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝનમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ (Hardik Pandya)એ શાનદાર પ્રદર્શનના આધારે ટ્રોફી પર કબજો કર્યો હતો. પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં રમવા આવેલી ગુજરાતની ટીમે આશિષ નેહરા (Ashish Nehra)ના કોચિંગ હેઠળ આ અજાયબી કરી બતાવી. રાજસ્થાન સામેની ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરીને તેને 130 રનના સ્કોર પર રોકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ 18.1 ઓવરમાં 3 વિકેટના નુકસાને લક્ષ્ય હાંસલ કરીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ લખાવ્યું હતું.

રવિવાર 29 મેના રોજ IPL 2022ની ફાઈનલમાં ગુજરાતે કેપ્ટન હાર્દિકના ઓલરાઉન્ડર પ્રદર્શનના આધારે જીત મેળવી હતી. બોલિંગ કરતી વખતે તેણે પ્રથમ 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી અને પછી બેટિંગમાં 34 રન બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શનને કારણે તેને ફાઈનલ જેવી મહત્વની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ પૂરી થયા બાદ હાર્દિકની પત્ની નતાશા ભાવુક જોવા મળી હતી અને તેણે તેના પતિને ગળે લગાવી લીધો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

હાર્દિક-નતાશાનો વીડિયો થયો વાયરલ

મેચ પુરી થયા બાદ સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલી હાર્દિકની પત્ની નતાશા મેદાનની અંદર દોડતી જોવા મળી હતી. તેણે આવીને તેના પતિ હાર્દિક પંડ્યાને ગળે લગાવ્યો અને લાંબા સમય સુધી તેને કંઈક કહેતી જોવા મળી હતી. નતાશા ખૂબ જ લાગણીશીલ દેખાઈ રહી હતી. હાર્દિક હંમેશાની જેમ શાંત અને આરામદાયક લાગતો હતો. તેણે તેની પત્નીને ગળે લગાવી અને તેને જોરથી ઝપ્પી આપી અને પછી તે હસવા લાગી.

 

 

હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન

ઈજા બાદ પહેલીવાર હાર્દિક પંડ્યા કોઈ મોટી ટૂર્નામેન્ટમાં રમવા મેદાન પર ઉતર્યો હતો અને તે પણ સુકાની તરીકે. અહીં પોતાની ફ્રેન્ચાઈઝી ટીમ ગુજરાત ટાઈટન્સના વિશ્વાસને સાચો પુરવાર કરતા તેણે ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને ટીમને ટ્રોફી અપાવી હતી. તેણે 15 મેચમાં 487 રન બનાવ્યા હતા. જેમાં તેની 87 રનની અણનમ ઈનિંગ્સ સર્વશ્રેષ્ઠ હતી. આ સિઝન દરમિયાન હાર્દિક પંડ્યાએ 8 વિકેટ પણ લીધી હતી. જેમાં ફાઈનલમાં 17 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

Next Article