Ashes: કોહલી બાદ જો રુટનો કમાલ, એક સેકન્ડથી પણ ઓછા સમયમાં ઝડપ્યો દમદાર કેચ, જુઓ Video
ઓવલ ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડને પહેલી સફળતા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેમને આ સફળતા ત્યારે મળી જ્યારે જો રૂટે માર્નસ લાબુશેનનો શનદાર કેચ ઝડપ્યો હતો. આ કેચ જોઈ બધાને વિરાટ કોહલીની યાદ આવી ગઈ હતી.
ઈંગ્લેન્ડ (England) અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ શ્રેણી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા એશિઝ (Ashes 2023) પર કબજો જમાવી ચૂક્યું છે, પરંતુ હવે યજમાન ઈંગ્લેન્ડ માટે સન્માનની લડાઈ છે. જેના માટે ઈંગ્લેન્ડ કોઈ તક ગુમાવવા માંગતુ નથી. આવી જ એક તક ઓવલ (Oval) ખાતે રમાઈ રહેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટના બીજા દિવસે આવી, જે ભૂલથી વેડફાઈ ગઈ હોત, પરંતુ જો રૂટની ચપળતાએ આ તકને સફળતામાં પરિવર્તિત કરી હતી.
ઓવલમાં છેલ્લી ટેસ્ટ
ઈંગ્લિશ ટીમ સિરીઝમાં પાછળ છે અને તેની પાસે માત્ર સીરિઝને ડ્રો કરવાની તક છે. આ માટે તેમણે ઓવલમાં રમાઈ રહેલી છેલ્લી ટેસ્ટમાં જીત મેળવવી પડશે. જોકે, તેની શરૂઆત સારી રહી ન હતી અને પોતાની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 283 રન જ બનાવી શકી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં જોરદાર શરૂઆત કરી હતી.
Joe Root that is
Come for the catch, stay for Stuart Broad’s reaction #EnglandCricket | #Ashes pic.twitter.com/W3QmdP1CAY
— England Cricket (@englandcricket) July 28, 2023
ઈંગ્લેન્ડને દોઢ કલાક બાદ મળી વિકેટ
બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ લંબાવ્યો હતો અને ઈંગ્લેન્ડ દોઢ કલાક સુધી એકપણ વિકેટ મેળવી શક્યું ન હતું. ઈંગ્લેન્ડના બોલરો માર્નસ લાબુશેનથી સતત પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ તેમ છતાં વિકેટ મળી ન હતી. ઘણી રાહ જોયા પછી એક તક મળી. લાબુશેને માર્ક વૂડના બોલને ડિફેન્સ કર્યો પરંતુ બોલ બેટની કિનારીએ અથડાઈ વિકેટ પાછળ ગયો હતો.
જો રૂટનો દમદાર કેચ
અહીં જોની બેરસ્ટોએ ભૂલ કરી હતી. આ કેચ વિકેટકીપરનો હતો, જેણે પોતાની જમણી તરફ ડાઈવ લગાવીને બોલને પકડવાનો હતો. પરંતુ તે આ કેચ લેવામાં ચૂકી ગયો જે ભૂલ બહુ મોટી હોઈ શકે તેમ હતું, પરંતુ પ્રથમ સ્લિપમાં ઉભેલો જો રૂટ ખૂબ જ સતર્ક હતો અને તેણે તરત જ પોતાનો ડાબો હાથ ઊંચો કરીને બોલ કેચ કર્યો હતો. આ બધું માત્ર એક જ સેકન્ડમાં થયું અને રૂટે જબરદસ્ત કેચ કરીને લાબુશેનને પેવેલિયન પાછો મોકલ્યો હતો.
Come on, Woody, let’s go party (ah ah ah yeah) #EnglandCricket | #Ashes pic.twitter.com/5UewujrAmM
— England Cricket (@englandcricket) July 28, 2023
કોહલીએ પણ શાનદાર કેચ લીધો હતો
જો રૂટના આ શાનદાર કેચના લગભગ 24 કલાક પહેલા વિરાટ કોહલીએ પણ આવો જ જબરદસ્ત કેચ લીધો હતો. બાર્બાડોસમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ODI મેચમાં કોહલીએ જાડેજાની બોલ પર રોમારિયો શેફર્ડનો અદ્ભુત કેચ લીધો હતો. કોહલીએ પણ માત્ર એક હાથથી શાનદાર કેચ પકડ્યો હતો.
આ પણ વાંચો : IND vs WI: વિરાટ કોહલીના એક કેચથી રવિન્દ્ર જાડેજાની ઈચ્છા થઈ પૂરી, જુઓ Video
King Grab @imVkohli pulls off a stunner #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/ozvuxgFTlm
— FanCode (@FanCode) July 27, 2023
લાબુશેનની ખૂબ જ ધીમી બેટિંગ
જ્યાં સુધી ઓવલ ટેસ્ટનો સવાલ છે, આ ઈનિંગ લાબુશેન માટે સારી ન હતી. તેણે લાંબો સમય ક્રિઝ પર વિતાવ્યો, પરંતુ તેના બેટમાંથી વધુ રન ન બનાવી શક્યો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને 82 બોલનો સામનો કર્યો અને માત્ર 9 રન બનાવી આઉટ થયો. જેનું પરિણામ એ આવ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમ 43 ઓવરમાં માત્ર 91 રન જ બનાવી શકી હતી.