Afghanistan: અફઘાનિસ્તાન ક્રિકેટમાં મચી બબાલ, T20 World Cup માટે ટીમનુ એલાન કરાયાની 20 મીનીટમાં રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દીધી

|

Sep 10, 2021 | 9:29 AM

T20 વિશ્વકપ (T20 World Cup) ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે રમાનાર છે. જેનુ આયોજન UAE માં થનારુ છે. અફઘાનિસ્તાનની ટીમ તેમાં મુખ્ય ટીમના રુપમાં રમનારી છે. તેણે ટોપ-8માં રહેતા ક્વોલિફાઇ કર્યુ હતુ.

Afghanistan: અફઘાનિસ્તાન ક્રિકેટમાં મચી બબાલ, T20 World Cup માટે ટીમનુ એલાન કરાયાની 20 મીનીટમાં રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દીધી
Rashid Khan

Follow us on

અફઘાનિસ્તાન ક્રિકેટ (Afghanistan Cricket) માં એક નવી જ બબાલ જોવા મળી રહી છે. બોર્ડે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. રાશિદ ખાન (Rashid Khan) ની કેપ્ટનશીપમાં ટીમની પસંદગી કરવામાં આવી હતી. સિનિયર કીપર મોહમ્મદ શહજાદ પણ આ ટીમમાં પરત ફર્યો છે. પરંતુ ટીમની જાહેરાતની થોડીવાર બાદ રાશિદ ખાને રાજીનામું આપી દીધું.

રાશિદ ખાને, કહ્યું કે T20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી થાય તે પહેલા તેની સાથે વાત કરવામાં આવી ન હતી. T20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાશે. તેનું આયોજન UAE અને ઓમાનમાં કરવામાં આવશે. ઓમાનમાં ક્વોલીફાઇંનગ મેચ રમાનારી છે, તો યુએઇમાં મુખ્ય મેચો રમાશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રાશિદ ખાને કહ્યું, એક કેપ્ટન અને દેશના જવાબદાર નાગરિક તરીકે, ટીમની પસંદગીનો ભાગ બનવું એ મારો અધિકાર છે. પસંદગી સમિતિ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરતા પહેલા મારી સંમતિ લીધી ન હતી. હું તાત્કાલિક અસરથી અફઘાનિસ્તાન T20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કરું છું. અફઘાનિસ્તાન માટે રમવું મારા માટે હંમેશા ગૌરવની વાત છે. રાશિદ ખાનને જુલાઈમાં જ T20 ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પગલું T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.

તાલિબાન સત્તા પર આવ્યા બાદથી અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ અશાંત છે. આવા રાશિદ ખાનનો મુદ્દો ત્યાં ક્રિકેટનું ભવિષ્ય વધુ જોખમમાં મૂકી શકે છે. પહેલેથી જ અફઘાનિસ્તાન ક્રિકેટ મુશ્કેલીમાં છે. તાલિબાને મહિલાઓને રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનાથી મહિલા ક્રિકેટ ટીમનો અંત આવ્યો.

આ કારણે ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સાથેની તેની એકમાત્ર ટેસ્ટ મેચ રદ કરવાની વાત કરી છે. અફઘાનિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સાથે છે. આ સિવાય પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ પણ તેના ગ્રુપમાં છે. ક્વોલિફાઇંગ રાઉન્ડ રમ્યા બાદ એક ટીમ આવશે.

અફઘાનિસ્તાનની ટીમ

રશીદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝઝાઈ (વિકેટકીપર), ઉસ્માન ગની, અસગર અફઘાન, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, હશમતુલ્લાહ શાહિદી, મોહમ્મદ શહઝાદ, મુજીબ ઉર રહેમાન, કરીમ જનત, ગુલબાદીન નઇબ, નવીન ઉલ હક, હમીદ હસન, શર્ફુદ્દીન અશરફ, દૌલત ઝાદરાન, શફૂર ઝદરાન અને કૈસ અહમદ.

 

આ પણ વાંચોઃ Team India હવે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડશે, ટેસ્ટ સિરીઝથી લઇને આ પ્રકારનુ ઘડાયુ છે શિડ્યુલ, જાણો

આ પણ વાંચોઃ T20 World Cup: ધોનીની મેન્ટોરની ભૂમિકાથી ટીમ ઈન્ડીયાને આ પાંચ મહત્વના ફાયદા મળશે

 

 

Next Article