Andrew Symondsના ક્રિકેટના આંકડાઓ પર એક નજર, બનાવ્યા છે ઘણા મહત્વપૂર્ણ રેકોર્ડ

|

May 15, 2022 | 10:49 PM

Cricket Australia : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ (Andrew Symonds) નું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શનિવારે રાત્રે તેમની કારને અકસ્માત નડ્યો હતો અને તેમાં એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું મોત થયું હતું.

Andrew Symondsના ક્રિકેટના આંકડાઓ પર એક નજર, બનાવ્યા છે ઘણા મહત્વપૂર્ણ રેકોર્ડ
Andrew Symond (File Photo)

Follow us on

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ (Andrew Symonds)નું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શનિવારે રાત્રે તેમની કારને અકસ્માત નડ્યો હતો અને તેમાં એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું મોત થયું હતું. સમગ્ર ક્રિકેટ જગત તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે અને દરેક લોકો તેમના પ્રત્યે શોક વ્યક્ત કરી રહ્યા છે. વર્ષ 2012માં ક્રિકેટને અલવિદા કહ્યા બાદ એન્ડ્રુ સાયમન્ડ્સ ક્રિકેટ કોમેન્ટ્રીમાં પોતાની કારકિર્દી આગળ વધારી હતી. તમને જણાવી દઇએ કે એન્ડ્રુ સાયમન્ડ્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા ન હતા અને જાહેર સ્થળોએ ભાગ્યે જ જોવા મળતા હતા. અમે તમને એન્ડ્ર્યુ સાયમન્ડ્સના ક્રિકેટ કારકિર્દીના કેટલાક રેકોર્ડ વિશે જણાવીએ છીએ જે તેણે પોતાની કારકિર્દીમાં બનાવ્યા હતા.

એન્ડ્રુ સાયમન્ડ્સની ક્રિકેટ કારકિર્દીના કેટલાક આંકડાઃ

1. એન્ડ્રુ સાયમન્ડ્સ એવા કેટલાક ક્રિકેટરોમાંના એક હતા, જેમણે વનડેમાં 5000થી વધુ રન અને 100થી વધુ વિકેટો લીધી છે. તેણે તેની ODI કારકિર્દીમાં 5088 રન બનાવ્યા અને 133 વિકેટ લીધી.

2. 2 વર્લ્ડ કપ જીતનાર ક્રિકેટરોની યાદીમાં એન્ડ્ર્યુ સાયમન્ડ્સ પણ સામેલ છે. તે 2003 અને 2007 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

3. એન્ડ્ર્યુ સાયમન્ડ્સ આઈપીએલમાં પણ ખૂબ જ લોકપ્રિય હતો અને 2008ની પ્રથમ સિઝનમાં તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી હતો. તેને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદે મોટી રકમ આપીને ખરીદ્યો હતો.

તમને જણાવી દઈએ કે એન્ડ્ર્યુ સાયમન્ડ્સે (Andrew Symonds) ઓસ્ટ્રેલિયા (Cricket Australia) માટે 198 વનડે, 26 ટેસ્ટ અને 14 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. 2003 અને 2007માં ODI વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો તે મહત્વનો ભાગ હતો. એન્ડ્રુ સાયમન્ડ્સે 1998માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને મે 2009માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને ક્રિકેટની કારકિર્દીને અલવીદા કહ્યું હતું. તેણે ફેબ્રુઆરી 2012માં તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ક્રિકેટની દુનિયામાં એન્ડ્રુ સાયમન્ડ્સ એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડર હોવા ઉપરાંત સાયમન્ડ્સ એક ચપળ ફિલ્ડર પણ હતો.

દારૂની લતના કારણે પણ તે ચર્ચામાં રહ્યો

સાયમન્ડ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ 7 મે 2009ના રોજ પાકિસ્તાન સામે રમી હતી. આ T20 મેચ દુબઈમાં રમાઈ હતી. સાયમન્ડ્સ તેની આલ્કોહોલની લતને કારણે સમાચારમાં રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને દારૂની લતના કારણે T20 ક્રિકેટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. એવો આરોપ હતો કે સાયમન્ડ્સે દારૂ પીવા સંબંધિત નિયમો તોડ્યા હતા.

Next Article