IPL 2021, CSK vs KKR: ચેન્નાઇ સામે કલકત્તાએ 172 રનનો સ્કોર ખડક્યો, હેઝલવુડ અને ઠાકુરની 2-2 વિકેટ

|

Sep 26, 2021 | 5:51 PM

IPL 2021 ના પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે કલકત્તા નાઇટ રાઇડર્સે મેચને બચાવી રાખવી જરુરી છે. તો ધોની (Dhoni) ની ટીમ માટે જીત પ્લેઓફમાં પોતાનો દાવો મજબૂત કરી શકે છે.

IPL 2021, CSK vs KKR: ચેન્નાઇ સામે કલકત્તાએ 172 રનનો સ્કોર ખડક્યો, હેઝલવુડ અને ઠાકુરની 2-2 વિકેટ
Chennai vs Kolkata

Follow us on

IPL 2021 ની 38 મી મેચ અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઇ રહેલી આ મેચમાં કલકત્તાના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. કલકત્તાએ ઝડપથી તેના બંને ઓપનરોને ગુમાવ્યા હતા. 20 ઓવરના અંતે કલકત્તાએ 6 વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા.

કલકત્તા નાઇટ રાઇડર્સ બેટીંગ ઇનીંગ

કલકત્તાની ટીમે 10 રનના સ્કોર પર જ ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. ઇનફોર્મ ઓપનર શુભમન ગિલે શરુઆતમાં જ પોતાની વિકેટ ગુમાવી હતી. ગિલે 5 બોલમાં 2 ચોગ્ગા લગાવીને 9 રન કર્યા હતા. તે રન લેવાના પ્રયાસમાં રાયડૂના ડાયરેકટ હિટના પ્રયાસમાં રન આઉટ થયો હતો. વેંકટેશ ઐયર 15 બોલમાં 18 રન કરીને આઉટ થયો હતો.

નિતીશ રાણા 27 બોલમાં 37 રન કરીને અણનમ રહ્યો હતો. રાહુલ ત્રિપાઠી એ 33 બોલમાં 45 રન કર્યા હતા. તેને રવિન્દ્ર જાડેજા એ બોલ્ડ કર્યો હતો. ઈયોન મોર્ગન 14 બોલમાં 08 રન કરીને બાઉન્ડરી પર કેચ આઉટ થયો હતો. પ્લેસિસે જબરદસ્ત કેચ કરતા તેણે વિકેટ ગુમાવી હતી. આન્દ્રે રસેલ 15 બોલમાં 20 રન કરીને આઉટ થયો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ચેન્નાઇ સુપર કિંગ્સ બોલીંગ

શાર્દૂલ ઠાકુરે 4 ઓવરમા એક મેઈડન ઓવર નાંખી 20 રન આપ્યા હતા અને 2 વિકેટ ઝડપી હતી. જોશ હૈઝલવુડે 4 ઓવરમાં 40 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમા એક વિકેટ ઝડપી હતી, તેણે 21 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ Sports News : અમદાવાદમાં ટ્રાન્સટેડિયા ખાતે ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરની શરૂઆત, કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલીના બેટનો દમ પડ્યો મંદ, રન બનાવવાના મામલામાં ટોપ-10માં પણ સમાવેશ નહી, કોહલી થી ત્રિપાઠી આગળ

 

 

Published On - 5:40 pm, Sun, 26 September 21

Next Article