AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2027 World Cup સેમિફાઇનલમાં કઈ 4 ટીમ પહોંચશે? ચેમ્પિયન બનવાની રેસમાં કોણ ‘પ્રબળ દાવેદાર’? ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કરી ‘મોટી ભવિષ્યવાણી’

2027 વનડે વર્લ્ડ કપના સત્તાવાર શિડ્યુલની જાહેરાત થતાં જ ક્રિકેટ જગતમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો છે. આ મહાટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ સેમિફાઇનલમાં પહોંચનારી ચાર સૌથી મજબૂત અને પ્રબળ દાવેદાર ટીમોને લઈને મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. હવે આ ભવિષ્યવાણીએ ચાહકો અને રમતપ્રેમીઓમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે.

2027 World Cup સેમિફાઇનલમાં કઈ 4 ટીમ પહોંચશે? ચેમ્પિયન બનવાની રેસમાં કોણ 'પ્રબળ દાવેદાર'? ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કરી 'મોટી ભવિષ્યવાણી'
Image Credit source: AI Generated
| Updated on: Oct 11, 2026 | 7:09 PM
Share

દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની યજમાનીમાં યોજાવા જઈ રહેલા વર્ષ 2027 વનડે વર્લ્ડ કપના શિડ્યુલની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર 2027 વચ્ચે યોજાનારા આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. તેમની વચ્ચે 10 ઓક્ટોબર, 2027ના રોજ જોહાનિસબર્ગમાં મહામુકાબલો રમાશે.

આ ‘4 ટીમ’ પહોંચશે સેમિફાઇનલમાં

ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા સહિત ખિતાબ જીતવાના ઘણા દાવેદારો છે પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિંચે 2027 World Cup ના સેમિફાઇનલમાં પહોંચનારી ચાર ટીમને લઈને પોતાની ભવિષ્યવાણી કરી દીધી છે.

ફિંચના મતે ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. ફિંચે પોતાની ટોપ-4 ટીમમાં પાકિસ્તાનને જગ્યા આપી નથી.

ઇંગ્લેન્ડ છે ‘મજબૂત દાવેદાર’

ફિંચે World Cup 2027ની ટોપ-4 ટીમ વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, “ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ચોક્કસપણે ઓસ્ટ્રેલિયા… આ 4 ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકે છે.”

ઇંગ્લેન્ડને મજબૂત દાવેદાર બતાવતા ફિંચે કહ્યું, “મને લાગે છે કે, હેરી બ્રુકના નેતૃત્વમાં ઇંગ્લેન્ડ જે રીતે હાલમાં ક્રિકેટ રમી રહ્યું છે, તેમની પાસે મધ્યમ ક્રમમાં સ્પિનને ખૂબ સારી રીતે રમવાની ક્ષમતા છે અને તેઓ ખૂબ આક્રમક છે. હેરી બ્રુક વન-ડેમાં આ સમયે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.”

દક્ષિણ આફ્રિકાની ટીમ છે ‘સંતુલિત’

પૂર્વ કાંગારૂ કેપ્ટને યજમાન દક્ષિણ આફ્રિકાને ખિતાબી દાવેદાર બતાવતા કહ્યું, “દક્ષિણ આફ્રિકાની ટીમ ઘરેલું પરિસ્થિતિઓને કારણે દાવેદાર છે. મને લાગે છે કે, તેમણે પોતાની ટીમમાં દરેક પાસાને સારી રીતે કવર કર્યો છે. તેમની પાસે શ્રેષ્ઠ ફાસ્ટ બોલરો અને ખૂબ સારી સ્પિન બોલિંગ છે. તેમની બેટિંગમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે. તેથી, તેમની પાસે મુક્તપણે રમવાની આઝાદી છે અને આ જ કારણે તેઓ ખતરનાક સાબિત થશે.”

ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ રચાયો! ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને તોડી નાખ્યો વિરાટ કોહલીનો ‘ઐતિહાસિક રેકોર્ડ’

Follow Us
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
g clip-path="url(#clip0_868_265)">