Cricket: ઐયરને પસંદગીનું સ્લોગન મળી ગયુ! ફેન્સે જબરદસ્ત સ્લોગન ધરાવતો વિડીયો મોકલતા શ્રેયસ ઐયર ખુશ

|

May 12, 2021 | 1:25 PM

ભારતીય યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર (Shreyas Iyer) પોતાના ખભાની ઇજાને લઇને સર્જરી બાદ હાલમાં આરામ હેઠળ છે. ઐયરને ઇંગ્લેંડ સામેની ઘરેલુ સિરીઝ દરમ્યાન ખભામાં ઇજા પહોંચી હતી.

Cricket: ઐયરને પસંદગીનું સ્લોગન મળી ગયુ! ફેન્સે જબરદસ્ત સ્લોગન ધરાવતો વિડીયો મોકલતા શ્રેયસ ઐયર ખુશ
Shreyas Iyer

Follow us on

ભારતીય યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર (Shreyas Iyer) પોતાના ખભાની ઇજાને લઇને સર્જરી બાદ હાલમાં આરામ હેઠળ છે. ઐયરને ઇંગ્લેંડ સામેની ઘરેલુ સિરીઝ દરમ્યાન ખભામાં ઇજા પહોંચી હતી. જેના બાદ તેણે સર્જરી કરવી પડી હતી. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની કેપ્ટનશીપ કરનાર ઐયર જેને કારણે IPL થી બહાર થઇ ગયો હતો. તેના સ્થાને ઋષભ પંતે (Rishabh Pant) આઇપીએલની કેપ્ટનશીપ સંભાળી હતી. ઐયર ઇજાથી સ્વસ્થ થઇને ટીમ ઇન્ડીયા (Team India) માં પરત ફરવા માટે રાહ જોઇ રહ્યો છે.

ઐયર આમ તો સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેતો હોય છે. તેણ ફેંસ દ્વારા બનાવેલા એક વિડીયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે વિડીયો ઓસ્ટ્રેલીયા સિરીઝનો છે. જે વિડીયોમાં તે બાઉન્ડરી પર ફિલ્ડીંગ કરતો નજરે આવી રહ્યો છે. જેમાં તેનો ફેન્સ ‘એક રુપિયાની પેપ્સી ઐયર ભાઇ સેક્સી’ સ્લોગન કહેતો નજરે આવે છે. ઐયરે જે વિડીયો શેર કરતા લખ્યુ કે, મે મારો પસંદગીનો નારો શોધી લીધો છે. આપ પણ સાંભળી શકો છો અને હવે હું પણ રાહ નથી જોઇ શકતો વાપસી કરવા માટે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ઐયરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ આઇપીએલ 2020 ની ફાઇનલમાં પહોંચી હતી. 4 મે ના રોજ આઇપીએલ 2021 ના બાયોબબલમાં કોરોનાની એન્ટ્રી બાદ આ લીગને રોકી દેવામાં આવી હતી. ઐયરને આશા હશે કે, વર્ષના અંતમાં ટુર્નામેન્ટ ફરીથી શરુ થવાની સ્થિતીમાં તે દિલ્હી માટે રમી શકશે. આઇપીએલ સ્થગીત થવા ની સ્થિતીએ દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે.

Next Article