Cricket: ભારતનો આ સ્ટાર ક્રિકેટર આજકાલ ધાસ કાપે છે, જાણો કેમ ?

|

May 12, 2021 | 6:18 PM

કોરોના સંક્રમણ દેશમાં ફેલાવવાને લઇને ફરી એકવાર સૌ કૌઇનુ જીવન જાણે કે લોક થઇ ચુક્યુ છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ લોકો ઘરમાં કેદ થવા માટે મજબૂર છે. જેમાં ક્રિકેટરો પણ બાકાત નથી.

Cricket: ભારતનો આ સ્ટાર ક્રિકેટર આજકાલ ધાસ કાપે છે, જાણો કેમ ?
Rishabh Pant

Follow us on

કોરોના સંક્રમણ દેશમાં ફેલાવવાને લઇને ફરી એકવાર સૌ કૌઇનુ જીવન જાણે કે લોક થઇ ચુક્યુ છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ લોકો ઘરમાં કેદ થવા માટે મજબૂર છે. જેમાં ક્રિકેટરો પણ બાકાત નથી. કોરોના સંક્રમણને લઇને IPL 2021 પણ અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી. હવે ભારતીય ખેલાડીઓ આઇપીએલ અટક્યા બાદ ઘરે જ કેદ થયા છે. આ દરમ્યાન ઇંગ્લેંડ (England) જતા પહેલા ખેલાડીઓ ઘરે જ ફિટનેશ જાળવવા માટે વર્ક કરે છે.

આ દરમ્યાન ભારતીય ટીમ (Team India) ના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant), ઘરની અંદર જ પોતાને ફીટ રાખવા માટેનો ઉપાય શોધી નિકાળ્યો છે. ઋષભ પંત આમ તો પોતાની ફિટનેશ અને વજનને લઇને અનેક વાર તે ટીકાનુ કારણ બની ચુક્યો છે. એવામાં હવે તેનુ ધ્યાન હંમેશા પોતાને ફિટ રાખવા પર થઇ રહ્યુ છે. તેને ટીમ સાથે જ જલ્દી ઇંગ્લેંડ રવાના થવાનુ છે, જ્યાં પહેલા ન્યુઝીલેન્ડ (NewZealand) સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમવાની છે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઋષભ પંતએ શેર કર્યો વિડીયો
પંતે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. તેણે આ સાથે ફેન્સને કહ્યુ છે કે, તે કેવી રીતે પોતાને એક્ટીવ રાખે છે. આ વિડીયોમાં તે ગાર્ડનમાં ઘાસ કાપવાના મશીન થી એક્સરસાઇઝ કરતો નજર આવી રહ્યો છે. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગ્યો છે. ટ્વીટર પર વિડીયો શેર કરતા પંતે લખ્યુ હતુ કે, ‘યે દિલ માંગે મોર’.

આ વિડીયોમાં જોઇ શકાય છે કે, કેવી રિતે ઋષભ પંત ફિટનેશ ને જાળવવા માટે ઘાસ કાપવાના મશીનનો ઉપયોગ કરી રહ્યો છે. તેનો આ ઘરેલુ નુસ્ખો ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે.

ફેન્સ પણ આ પોસ્ટ પર ખૂબ રિએક્શન દર્શાવવા લાગ્યા છે. એક યુઝરે તો લખ્યુ છે કે, તમે જબરદસ્ત ઉપાય અપનાવ્યો છે, તેને કોઇ પણ ટ્રાય કરી શકે છે. એક યુઝરે લખ્યુ હતુ કે, લોકડાઉનનો યોગ્ય ઉપયોગ. તો વળી એક યુઝરે ઋષભ પંતના વખાણ કરતા લખ્યુ હતુ કે, તમે શાનદાર ક્રિકેટરની સાથે સાથે એક સારા માણસ પણ છો. તમે આમ જ અમને ગર્વ કરવાનો મોકો આપતા રહેશો. ઋષભ પંત જલ્દી થી જ હવે ટીમ ઇન્ડીયા સાથે ઇંગ્લેંડ પ્રવાસ પર જનારો છે.

Next Article