CRICKET : 7 ફૂટનો એ બોલર, જે એક પણ રન કે વિકેટ લીધા વગર કેવી રીતે બન્યો MAN OF THE MATCH?

|

Feb 09, 2021 | 7:33 AM

CRICKET : આ બોલરની તુલના 70ના દાયકાના ધૂંવાધાર બોલરો સાથે કરવામાં આવી હતી, જેની સામે બેટ્સમેન ધ્રુજતા હતા.

CRICKET : 7 ફૂટનો એ બોલર, જે એક પણ રન કે વિકેટ લીધા વગર કેવી રીતે બન્યો MAN OF THE MATCH?
Cameron Cuffy

Follow us on

CRICKET :  આજે વાત કરવી છે વેસ્ટ ઇન્ડીઝના એ બોલરની, જેનો જન્મ 51 વર્ષ પહેલા થયો હતો. એ બોલર જેણે પોતાની કારકિર્દી ટીમ ઈંડિયા સામે ટેસ્ટમાં પ્રદાર્પણ કરીને શરુ કરી હતી. તેની તુલના 70 ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝના એ ધૂંવાધાર બોલરોની ફૌજનો ભાગ રહેલા જોએલ ગાર્નર, પેટ્રિક પેટરસન અને કર્ટલી એમ્બ્રોઝ સાથે કરવામાં આવી હતી. આ 7 ફૂટના બોલરની વાત જેટલી રસપ્રદ છે, તેનો અંત પણ એટલો જ પીડાદાયક છે.

વેસ્ટ ઇન્ડીઝનો ધૂંવાધાર બોલર કેમરૂન કફી
કેમરૂન કફીનો જન્મ 8 ફેબ્રુઆરી 1970ના રોજ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડિયનોમાં થયો હતો. 6 ફૂટ 8 ઇંચના બોલરે 1994માં પોતાની કારકિર્દી ટીમ ઈંડિયા સામે ટેસ્ટમાં પ્રદાર્પણ કરીને શરુ કરી હતી. રસપ્રદ વાત એ છે કે તેણે 15 મેચની ટેસ્ટ કારકિર્દીમાં સચિન તેંડુલકરને ત્રણ વાર આઉટ કર્યો હતો. કફી વિન્ડિઝ માટે 15 ટેસ્ટ અને 41 વનડે મેચ રમ્યો હતો, પરંતુ તે પ્રારંભિક ચમક બતાવવાની અને વિન્ડિઝના દિગ્ગજ બોલરોનો વારસો જાળવવાની આશા સાથે લયથી દૂર જતો રહ્યો હતો.

મેળવ્યો અનોખો મેન ઓફ ધી મેચ અવોર્ડ
કેમેરોન કફીની સાથે એક રસપ્રદ વાત જોડાયેલ છે. તેના નામે વનડે ક્રિકેટમાં જે એક પણ રન કે વિકેટ લીધા વગર એક કે એક પણ કેચ પકડ્યા વિના મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવવાનો રેકોર્ડ છે. 23 જૂન 2001 ના રોજ યોજાયેલી કોકા કોલા કપ ટૂર્નામેન્ટમાં કફીને ઝિમ્બાબ્વે સામે આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેણે તેની 10 ઓવરમાં 2 મેડન્સની મદદથી માત્ર 20 રન આપ્યા હતા. તે મેચમાં કોઈ પણ બોલર 10 ઓવરના ક્વોટામાં 35 રનથી ઓછા રન ન આપી શક્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે આ મેચમાં પાંચ વિકેટે 266 રન બનાવ્યા હતા, જ્યારે યજમાન ટીમ ફક્ત 239 રન જ બનાવી શકી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેમરૂન કફીની ક્રિકેટ કારકિર્દી
કેમરૂન કફીએ તેની ક્રિકેટ કારકિર્દીમાં 15 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં 43 વિકેટ ઝડપી હતી, જ્યારે 41 વનડેમાં તેના નામે 41 વિકેટ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો કેફીએ 86 મેચ રમી હતી અને 252 બેટ્સમેનને શિકાર બનાવ્યા હતા. 98 લિસ્ટ એ મેચોમાં વેસ્ટ ઇન્ડીઝના આ ધૂંવાધાર બોલરના નામે 105 વિકેટ નોધાયેલી છે.

Next Article