Cricket: હાર્દિક પંડ્યાને લઇ હવે પૂર્વ ટીમ સિલેકટરે નિશાન સાધ્યુ, બોલીંગ નથી કરવી તો શા માટે સ્થાન

|

May 15, 2021 | 11:19 AM

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટેસ્ટ ક્રિકેટ ટીમમાં તક નથી મળી રહી. તેને મર્યાદિત ઓવરની ટીમમાં મહત્વના ખેલાડી તરીકે સામેલ કરવામાં આવે છે, પરંતુ જ્યારે વાત ટેસ્ટ ક્રિકેટની આવે છે ત્યારે તેને બાકાત કરી દેવાય છે.

Cricket: હાર્દિક પંડ્યાને લઇ હવે પૂર્વ ટીમ સિલેકટરે નિશાન સાધ્યુ, બોલીંગ નથી કરવી તો શા માટે સ્થાન
Hardik Pandya

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ને ટેસ્ટ ક્રિકેટ ટીમમાં તક નથી મળી રહી. તેને મર્યાદિત ઓવરની ટીમમાં મહત્વના ખેલાડી તરીકે સામેલ કરવામાં આવે છે, પરંતુ જ્યારે વાત ટેસ્ટ ક્રિકેટની આવે છે ત્યારે તેને બાકાત કરી દેવાય છે.

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની કમરની સર્જરી બાદ બોલીંગ નથી કરી રહ્યો. તેને ટીમ ઇન્ડીયામાં બેટ્સમેનના રુપમાં જ સામેલ કરવામાં આવે છે. આ દરમ્યાન હવે ટીમ ઇન્ડીયાના પૂર્વ સિલેક્ટર સરનદીપ સિહે (Sarandeep Singh) કહ્યુ છે કે, જો હાર્દિક બોલીંગમાં યોગદાન નથી આપી શકતો તો, તે મર્યાદીત ઓવરના ફોર્મેટમાં પણ હકદાર નથી.

હાર્દિક પંડ્યાને બોલીંગ કરવા માટે હજુ પણ સમય લાગી શકે છે. જેને લઇને તે આઇપીએલમાં પણ બોલીંગથી દુર રહી રહ્યો છે. શ્રીલંકા પ્રવાસ પહેલા જ હાર્દિક માટે પસંદગીને લઇને વિવાદને જન્માવતા નિવેદનો હાર્દિક માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સરનદીપ સિંહનો ટીમ સિલેક્ટર તરીકેનો કાર્યકાળ ગત ઓસ્ટ્રેલીયા પ્રવાસ સાથે જ પુરો થઇ ચુક્યો છે. તેમણે ઇંગ્લેંડ પ્રવાસ માટે પ્રતિભાશાળી પૃથ્વી શોને ટીમમાં સ્થાન નહી આપીને આશ્વર્ય દર્શાવ્યુ હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતીય ટીમના પૂર્વ સ્પિનર સરનદીપ સિંહ એ કહ્યુ હતું કે, હાર્દિક પંડ્યાને ટેસ્ટ ક્રિકેટ માટે નજર અંદાજ કરવાનો નિર્ણય સમજમાં આવે છે. તે પોતાની સર્જરી બાદ નિયમીત બોલીંગ કરી શકતો નથી. મને લાગે છે કે, તેણે નાના ફોર્મેટમાં પણ અંતિમ ઇલેવનનો હિસ્સો બનવા માટે વન ડેમાં 10 અને ટી20માં 4 ઓવર કરવી પડશે. તે માત્ર બેટ્સમેનના રુપમાં રમી ના શકે.

તેમણે કહ્યુ કે, જો તે બોલીંગ નથી કરી શકતો તે ટીમના સંતુલન પર અસર કરે છે. જેના કારણે તમારે ટીમમાં એક વધારે બોલર સમાવવો પડે છે. જેને લઇને સૂર્યકુમાર જેવા ખેલાડીને તમારે બહાર કરવો પડે. આપણે ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલીયા સામેની વન ડે સિરીઝમાં જેની અસર જોઇ ચુક્યા છીએ. આપણે બોલીંગમાં માત્ર પાંચ વિકલ્પો સાથે ઉતરી નથી શકતા.

આગળ કહ્યુ કે, હવે ટીમ પાસે વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાના રુપમાં ઓલરાઉન્ડર ખેલાડી છે. શાર્દુલ ઠાકુર પણ ઓલરાઉન્ડર બની શકે છે અને તેમણે તે બતાવ્યુ કે, જો હાર્દિક બોલીંગ નથી કરી શકતો, તો આ બધા ખેલાડીઓ તે કામ કરી શકે છે.

Published On - 11:18 am, Sat, 15 May 21

Next Article