Cricket: પાકિસ્તાન ક્રિકેટની બદતર સ્થિતી, સતત અવણગણનાને લઇ ક્રિકેટરે પાકિસ્તાનને જ અલવિદા કર્યુ

|

May 09, 2021 | 10:50 AM

પાકિસ્તાન (Pakistan) નો પૂર્વ ક્રિકેટર સામી અસલમ (Sami Aslam) હવે અમેરિકા (America) પહોંચી ચુક્યો છે. પાકિસ્તાન ક્રિકેટ માં સતત અવગણના થતી રહેવાને લઇને દેશ છોડીને બીજી જગ્યાએ રમવા માટે નો નિર્ણય કર્યો છે.

Cricket: પાકિસ્તાન ક્રિકેટની બદતર સ્થિતી, સતત અવણગણનાને લઇ ક્રિકેટરે પાકિસ્તાનને જ અલવિદા કર્યુ
Sami Aslam

Follow us on

પાકિસ્તાન (Pakistan) નો પૂર્વ ક્રિકેટર સામી અસલમ (Sami Aslam) હવે અમેરિકા (America) પહોંચી ચુક્યો છે. પાકિસ્તાન ક્રિકેટ માં સતત અવગણના થતી રહેવાને લઇને દેશ છોડીને બીજી જગ્યાએ રમવા માટે નો નિર્ણય કર્યો છે. સામી અસલમ એ બતાવ્યુ હતુ કે, પાકિસ્તાનમાં પક્ષપાત થતો હોય છે. મિડીયા રિપોર્ટસ અનુસાર તેણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન સિલેકશન કમિટી હવે ખેલાડીઓને વધારે સમય આપે છે. પહેલા આવુ નહોતુ, તે સમયે પસંદગીના લોકો જ રમતા હતા ભલે તે, 20 મેચમાં નિષ્ફળ રહ્યા હોય. તો કેટલાકને એક જ તક આપીને બહાર કરી દેવાયા છે.

તેણે કહ્યુ હતુ કે, સૌથી મોટી સમસ્યા એ છે કે, લોકોને સેટલ થવાનો સમય જ નથી મળતો. બે મેચ બાદ તેને નિકાળી દેવામાં આવે છે. હવે પસંદગીકારો ખેલાડીઓ થી વાત કરે છે અને પર્યાપ્ત મોકા આપે છે. પેહલા આવુ હતુ જ નહી. જયાં સુધી તમે પક્ષપાત નહી હટાવો ત્યાં સુધી સારા ક્રિકેટર તૈયાર નહી કરી શકો. સામી અસલમ એ પાકિસ્તાન માટે 2015 માં ડેબ્યૂ કરી 13 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 31.58 ની સરેરાશ થી 758 રન બનાવ્યા છે. તેણે 7 અર્ધશતક લગાવ્યા છે. 2017 માં તેણે શ્રીલંકા સામે આખરી ટેસ્ટ મેચ રમી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ટેસ્ટ ટીમથી બહાર થવા બાદ સામી અસલમ એ ઘરેલુ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ, જો કે નેશનલ ટીમમાં પરત ફરવાને બદલે ઘરેલુ ટીમથી પણ તેને બહાર કરી દેવામાં આવ્યો હતો. અસલમ એ દાવો કર્યો હતો કે, તેણે સિલેક્ટર થી વાત કરવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે તેમનો વળતો કોઇ જવાબ નહોતો આવ્યો. તેણે કહ્યુ મે અનેક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મે અનેક સવાલ કર્યા કે મને કેમ પસંદ કરવામાં ના આવ્યો. મારી સાથે કેમ આવુ વર્તન કરવામાં આવ્યો, પરંતુ કોઇ જવાબ ના મળ્યો. કોઇ એ કોઇ બીજાને દોષ દઇ રહ્યા હતા. મેં સતત સારુ પ્રદર્શન કર્યુ છતાં પણ ફરી થી પસંદ ના કર્યો.

અસલમ હવે અમેરિકા પહોંચી ગયો છે. અહી તે નવેમ્બર 2023 સુધી અમેરિકન ક્રિકેટ ટીમના માટે યોગ્ય થઇ જશે. તેમણે આ અંગે કહ્યુ હતુ કે, તેને પાકિસ્તાન છોડવા અંગે કોઇ ગમ નથી. તે બે વર્ષ સુધી ડિપ્રેસ રહ્યો હતો, પરંતુ હવે ખુશ છે. તે આગામી બે વર્ષમાં અમેરિકા માટે રમશે.

Next Article