Cricket: કોરોના સંક્રમિત સચિન તેંડુલકરનાં સ્વસ્થ થવા માટે પાકિસ્તાનથી આવી દુઆ, જુઓ તસવીર

|

Mar 31, 2021 | 1:21 PM

પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ કોરોના માં સપડાયેલ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) જલ્દી થી સ્વસ્થ થઇ જાય એ માટે દુઆ માંગી છે.

Cricket: કોરોના સંક્રમિત સચિન તેંડુલકરનાં સ્વસ્થ થવા માટે પાકિસ્તાનથી આવી દુઆ, જુઓ તસવીર
Sachin Tendulkar

Follow us on

પાકિસ્તાન (Pakistan) ના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ કોરોના માં સપડાયેલ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) જલ્દી થી સ્વસ્થ થઇ જાય એ માટે દુઆ માંગી છે. સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં હાલમાં જ ઇન્ડીયા લિજેન્ડ (India Legend) એ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (World Road Safety Series) ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યુ હતુ. જે T20 લીગ ખતમ થવા બાદ સચિન કોરોના પોઝિટીવ (Corona Positive) હોવાનુ જણાયુ હતુ. સાથે જ સચિને પોતાને ઘરમાં જ આઇસોલેટ કરી લીધો હતો. ઇન્ડિયા લિજેન્ડ ટીમના કેપ્ટન સચિન ઉપરાંત બાદમાં યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ અને એસ બદ્રીનાથ સહિતના ખેલાડીઓ પણ કોરોના સંક્રમિત હોવાનુ જણાયુ હતુ.

શોએબ અખ્તર એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્રારા એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે પોતે અને સચિન તેંડુલકર બંને જોવા મળી રહ્યા છે. શોએબ અખ્તરે તસ્વીરની કેપ્શનમાં લખ્યુ છે કે  ક્રિકેટ ના મેદાન પર મારા ફેવરિટ હરિફો માના એક સચિન તેંડુલકર તમે જલ્દી સ્વસ્થ થઇ જાઓ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સચિન તેંડુલકર એ પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ મારફતે આપી હતી. તેમણે લખ્યુ હતુ કે, લગાતાર ટેસ્ટીંગ કરી રહ્યો હતો. તમામ સાવધાનીઓ વર્તી રહ્યો હતો, જેથી કોરોના મારા થી દુર રહે. જોકે મને હળવા લક્ષણ બાદ કોરોના સંક્રમિત જણાયો છુ. ઘરના બાકીના સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. હું ઘરમાં જ ક્વોરન્ટાઇન કરી રહ્યો છુ, અને તબીબો દ્રારા દર્શાવેલ તમામ પ્રોટોકોલ ને ફોલો કરી રહ્યો છુ. હું તમામ આરોગ્ય કર્મીઓને ધન્યવાદ કહેવા માંગુ છુ. જે મને પૂરા દેશભર થી સપોર્ટ કરી રહ્યા છે. તમામ પોતાનુ ધ્યાન રાખે.

રોડ વર્લ્ડ સેફ્ટી સિરીઝમાં સચિન તેંડુલકર ઉપરાંત વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ જેવા પૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડીઓએ હિસ્સો લિધો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભારતની ટીમ એ શ્રીલંકાને હરાવ્યુ હતુ. ફાઇનલ મેચમાં યુવરાજ સિંહ અને યુસુફ પઠાણે ધુંઆધાર બેટીંગ કરી હતી. સચિન તેંડુલકર એ પણ 23 બોલમાં 30 રનની ઇનીંગ રમી હતી. સચિન તેંડુલકર તરફથી ભારત વતી  ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન નોંધાયા હતા. તેમણે 7 મેચમાં 38 ની સરેરાશથી 233 રન બનાવ્યા હતા.

Published On - 1:16 pm, Wed, 31 March 21

Next Article