Cricket: કુલદિપ યાદવ એ કોરોના રસી લેવાને લઇને વકરેલા વિવાદની કરાઇ તપાસ, આ કારણે થયો હતો વિવાદ

|

May 18, 2021 | 12:11 PM

ભારતીય ક્રિકેટર કુલદિપ યાદવ (Kuldeep Yadav) ને કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવવાને લઇને વિવાદ પર હવે વિરામ લાગ્યો છે.

Cricket: કુલદિપ યાદવ એ કોરોના રસી લેવાને લઇને વકરેલા વિવાદની કરાઇ તપાસ, આ કારણે થયો હતો વિવાદ
Kuldeep Yadav

Follow us on

ભારતીય ક્રિકેટર કુલદિપ યાદવ (Kuldeep Yadav) ને કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવવાને લઇને વિવાદ પર હવે વિરામ લાગ્યો છે. કાનપુર કલેકટર દ્વારા કાનપુર સીટી મેજીસ્ટ્રેટને તેના રસીકરણને લઇને તપાસ સોંપવામાં આવી હતી, જેનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. તપાસ રિપોર્ટ મુજબ જાગેશ્વર હોસ્પીટલમાં કુલદિપ યાદવ એ પ્રથમ ડોઝ લગાવ્યો હતો. વિવાદ સર્જાયો હતો કે, તેણે નિયત સ્થાનને બદલે અન્ય સ્થળે રસી મેળવી હતી.

ભારતીય સ્પિનર કુલદિપ યાદવ એ કોરોના વેક્સિન લીધા બાદ, તેનો વિડીયો વાયરલ થવા લાગ્યો હતો અને જેને લઇને વિવાદ થયો હતો. કુલદિપે નિર્ધારીત સ્થાનના બદલે અન્ય સ્થળે વેક્સિન મેળવી હતી. જેમાં કુલદિપે નગર નિગમના ગેસ્ટ હાઉસમાં વેક્સિન મેળવ્યાની વાત સામે આવી હતી. સિટી મેજીસ્ટ્રેટ હિમાંશુ ગુપ્તા અને ડો.અમિત કનૌજીયાની સમિતી એ આ મુદ્દે તપાસ હાથ ધરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સિટી મેજીસ્ટ્રેટ હિમાંશુ ગુપ્તાના મુજબ 15 ના રોજ કુલદિપ યાદવને રસી અપાઇ હતી. જેની ઓનલાઇન રિપોર્ટની પ્રિન્ટ નિકાળવામાં આવી હતી. જેનાથી 27 વર્ષીય કુલદિપ સિંહ યાદવની વેક્સિનેશનનો રિપોર્ટ મળ્યો હતો. જાગેશ્વર હોસ્પિટલના કામિની એએનએમ આઇડી દ્વારા પોર્ટલ ખોલીને રસીકરણ કરાયુ હતું. આમ તેનાથી સ્પષ્ટ થયું હતું કે, જાગેશ્વર હોસ્પીટલમાં પ્રથમ રસી મેળવી હતી. તો સવાલ એ છે કે, તો વાયરલ વિડીયોમાં દેખાતી વેક્સીનના મામલાનું શું.

Next Article