Cricket: ધમાકેદાર છગ્ગા વડે ધૂમ મચાવતા ક્રિસ ગેઇલનુ નવુ સોંગ ધૂમ મચાવવા લાગ્યુ, જુઓ વિડીયો

|

May 11, 2021 | 11:38 AM

IPL 2021 સ્થગીત થવાને લઇને હાલમાં ક્રિસ ગેઇલ (Chris Gayle) માલદિવ માં રોકાયેલો છે. યુનિવર્સ બોસ તરીકે ઓળખાતા ગેઇલ એ પોતાનુ નવુ સોંગ સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યુ છે. આ ગીત દર્શકો ને ખૂબ પસંદ આવી રહી છે.

Cricket: ધમાકેદાર છગ્ગા વડે ધૂમ મચાવતા ક્રિસ ગેઇલનુ નવુ સોંગ ધૂમ મચાવવા લાગ્યુ, જુઓ વિડીયો
Chris Gayle

Follow us on

IPL 2021 સ્થગીત થવાને લઇને હાલમાં ક્રિસ ગેઇલ (Chris Gayle) માલદિવ માં રોકાયેલો છે. યુનિવર્સ બોસ તરીકે ઓળખાતા ગેઇલ એ પોતાનુ નવુ સોંગ સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યુ છે. આ ગીત દર્શકો ને ખૂબ પસંદ આવી રહી છે. ક્રિસ ગેઇલ એ પોતાની યુટ્યુબ ચેનલ પર આ ગીતને રિલીઝ કર્યુ છે. ક્રિસ ગેઇલ એ પોતાના શાનદાર ગીતને પોતાના સોશિયલ મીડિયા દ્રારા સંભળાવી રહ્યો છે, જેના પર લોકો એ આ ગીતને ખૂબ વખાણ્યુ છે. ક્રિસ ગેઇલ એ પણ લોકોનો રિપ્લાયને પણ ઇન્સ્ટા સ્ટોરી દ્રારા દર્શાવ્યા હતા.

આઇપીએલ 2021 સ્થગીત થવા બાદ ક્રિસ ગેઇલ અન્ય ખેલાડીઓ સાથે માલદીવ પહોંચ્યો છે. જ્યાં એ આનંદ લઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની લગાતાર અપલોડ થતી પોષ્ટ પણ એ જ દર્શાવે છે કે, તે ખૂબ આનંદ મેળવી રહ્યો છે. આ દરમ્યાન કેવિન પિટરસન અને મુંબઇ ઇન્ડીયન્સ ના ઓપનર ક્રિસ લીન પણ તેમની સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. ક્રિસ ગેઇએ દરિયામાં પણ ખૂબ મસ્તી કરી છે. જોકે આ બધા વચ્ચે પોતાના સોંગને પ્રમોટ કરવાનુ ભૂલ્યો નહોતો. તેનુ આ સોંગ ખૂબ ધુમ મચાવવા લાગ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પહેલા પણ વેસ્ટઇન્ડીઝ ના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો બાદ ક્રિસ ગેઇલ પણ મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનુ નામ બનાવી રહ્યો છે. કેટલાક વર્ષ પહેલા બ્રાવો નુ ‘ચેમ્પિયન’ સોંગ ખૂબ પ્રચલિત થયુ હતુ. જેના બાદ ક્રિસ ગેઇલ એ પણ કેટલાક ગીતો સોશિયલ મીડિયાના માધ્યમ થી રિલીઝ કર્યા છે. આઇપીએલમાં ક્રિસ ગેઇલ નુ પ્રદર્શન મિશ્રીત રહ્યુ છે. પંજાબ કિંગ્સ વતી રમતા 8 મેચમાં તેણે 178 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તે એક પણ અર્ધશતકીય ઇનીંગ રમવામાં સફળ રહ્યો નથી. જોકે કેટલીક મેચમાં તેણે જવાબદારી પુર્વક મેચ જીતાડતી રમત રમી હતી. માલદિવ થી હવે તે સ્વદેશ પરત ફરશે.

Next Article